નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે 2019નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. નાણાં પ્રધાને બજેટમાં ગામડાં, ગરીબ, ખેડૂતો અને યુવાનો પર ઘણાં એલાન કર્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ દેશના પહેલા પૂર્ણકાલિન મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવાની ઘોષણા કરી છે.
નાણાં પ્રધાનના એલાન બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો નક્કી માનવામાં આવે છે. બજેટીય ભાષણ દરમિયાન નાણાં પ્રધાને પેટ્રોલ અને ડીઝલ પર સ્પેશયલ વધારાની એક્સાઈઝ ડ્યૂટીનું એલાન કર્યું છે.
નાણાં પ્રધાને પોતાના બે કલાકથી વધારે ચાલેલા ભાષણના આખરમાં પેટ્રોલ અને ડીઝલ પર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાનું એલાન કર્યું છે. પેટ્રોલ પર એક રૂપિયો અને ડીઝલ પર પણ એક રૂપિયો સેસ લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે.