Site icon hindi.revoi.in

ઉત્તર પ્રદેશમાં ‘લવ જીહાદ’ વિરુદ્ધના કાયદા પર રાજ્યપાલની મહોર-આજથી કાયદો અમલી બનશે

Social Share

લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં લવ જીહાદ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા કાયદાને છેવટે રાજ્યપાલ આનંદી બેન પટેલએ મંજુરી આપી દીધી છે, આ સાથે જ સમગ્ર ઉત્તર પ્રદેશમાં આજથી જ આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 24 નેવ્મબરના રોજ ઉત્તર પ્રદેશ કેબિનેટ એ લવ જીહાદ અંગેના  વટહુકમને મંજૂરી આપી હતી, ત્યાર બાદ તેને પસાર કરવા રાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આજે વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. હવે 6 મહિનાની અંદર આ વટહુકમ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાંથી પસાર કરવો પડશે

UP Prohibition of Unlawful Conversion of Religion Ordinance 2020 પ્રમાણે દગાથી ઘર્મ પરિવર્તન કરવા બદલ 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે, આ સાથે જ સહમતિથી ઘર્મ પરિવર્તન કરવા બાબતે બે મહિના અગાઉ જીલ્લાઅધિકારીને જાણ કરવાની રહેશે, ઉલ્લેખનીય છે કે યોગી સરકારે ઘોષણા કરી હતી કે લવ જીહાદ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવશે જેથી કરીને લાલચ, દગા અને છેતરપિંડિંથી થતા લગ્નની ઘટનાઓને અટકાવી શકાય.

ઉત્તર પ્રદેશ સરકારે જારી કરેલા નવા કાયદા હેઠળ જબરદસ્તી અને દગાથી ઘર્મ પરિવર્તન સામે 15 હજાર રુપિયાનો દંડ તથા 1 થી 5 વર્ષ જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે, અને જો એસટી -એસસી સમુદાયની યુવતીઓ સાથે આ ઘટના ઘટે છે, તો તે માટે 25 હજાર રુપિયાનો દંડ અને 3 થી 10 વર્ષ જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ સાથે જ પોતોની ઈચ્છાથી જે ધર્મપરિવર્તન કરવા માંગતા હોય તેણે બે મહિના અગાઉથી જીલ્લા અધિકારીને જાણ કરવાની રેહશે, જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો 6 મહિનાથી લઈને 3 વર્ષની સજા તેમજ 10 હજાર રુપિયાનો દંડ વસુલવાની જોગવાઈ કરવામાં આવી છે.

સાહીન-

Exit mobile version