Site icon hindi.revoi.in

કોરોનાકાળમાં બેરોજગાર બનેલા લોકો માટે સરકારની ખાસ યોજના- ઓનલાઈન અરજી કરીને મેળવો લાભ

Social Share

 

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં બેરોજગાર બનેલા લોકો માટે ખાસ યોજના વિકસાવવામાં આવી છે, બેરોજગારીનો ભોગ બનેલા લોકો માટે સરકાર એ ઈએસઆઈસી એટલે કે અટલ વિમા પ્રકાશન કલ્યાણ યોજના હેઠળ 20 ઓગસ્ટના રોજ એક એલાન કરવામાં આવ્યું હતું, કેન્દ્ર એ કહ્યું હતું કે, આ દાવો કરનારને તેના 25 દિવસની અંદર આયોજનાનો લાભ મળશે.

સરકારે નિયમોને જારી કરતા નિર્ણય લીધો હતો કે, કોરોનાકાળમાં નોકરી ગુમાવી ચૂકેલા ઔધોગિક કામદારો માટે તેમના પગારના ત્રણ મહિનાનો 50 ટકા બેરોજગારીના હેતુસર લાભ આપવામાં આવશે, જો કે  લાભ તેને જ મળી શકશે કે જેણે માર્ચ મહિનાથી 24 તારીખથી લઈને 31 ડિસેમ્બર 2020 વચ્ચેના સમયગાળામાં પોતાની નોકરી ગુમાવી છે.

જો કે , આ  યોજનામાં પહેલા માત્ર 25 ટકા રોજગારી આપવાનો નિયમ હતો ત્યાર બાદ સરકારે તેમાં ફેરફાર કર્યા, ત્યારે આ બાબતે વિતેલા દિવસ રવિવારના રોજ સરકારે એલાન કર્યું છે કે,  યોજનાનો દાવો કરવા માટે  એફિડેવિટ ફોમમાંથી રજુ કરવાની શરતને હટાવવામાં આવી છે.

શ્રમ મંતેરાલય તરફથી રજુ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈએસઆઈસી એ 20 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં અટલ વિમા પ્રકાશન કલ્યાણ યોજનાને 1લી જુલાઈ 2020થી વધારીને 30 જુન 2021 સુઘી લંબાવી દીઘી છે, શપથ પત્ર અટલે કે એફિડેવિટ ફોમમાંથી રજુ કરવાની શરતને હટાવવામાં આવી છે

શ્રમ અને રોજગાર મંત્રાલય થકી  જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યોજનાના લાભાર્થીઓના પ્રતિક્રીયાનું વિશ્લેષણ કરતા વખતે જાણવા મળ્યું કે, એફિડેવિટ ફોર્મમાં દાવાની રજૂઆત કરવાની શરતથી દાવેદારોને અસુવિધા થઈ રહી છે. જેથી આ શરતને દૂર કરવામાં આવી છે. જો કોઈ લાભકર્તા ઓનલાઇન દાવા સમયે દસ્તાવેજો અપલોડ કરવામાં અસમર્થ હોય, તો તેઓએ સહી કરીને તેમના પ્રિન્ટઆઉટને સબમિટ કરવા પડશે.

ઈએસઆઈ કાર્ડ દ્રારા મેળવી  શકાશે તેનો લાભ

ઇએસઆઈસી હેઠળ આ યોજનો લાભ ખાનગી કંપનીઓ, કારખાનાઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવે છે. ESI કાર્ડ કર્મચારીઓને સુવિધા પ્રદાન કરવા માટે બનાવવામાં આવે છે. લાભાર્થીઓ આ કાર્ડ દ્વારા યોજનાનો લાભ લઈ શકશે.

 

સાહીન-

Exit mobile version