નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સંસદના આ સત્રમાં શ્રમ કાયદાઓ સાથે સંકળાયેલું મહત્વનું બિલ લાવશે. તેમા શ્રમ કાયદાઓમાં સંશોધન લાવવામાં આવશે.
આના સંદર્ભે મહત્વની બેઠક ગૃહ મંત્રાલયમાં મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હી. બેઠકમાં શ્રમ પ્રધાન, વાણિજ્ય પ્રધાન, નાણાં પ્રધાન અને પેટ્રોલિયમ પ્રધાને ભાગ લીધો હતો.
44 જૂના શ્રમ કાયદાઓને ચાર શ્રેણીઓમાં રાખવામાં આવશે અને કેટલાક જૂના કાયદાઓને પણ હટાવવામાં આવશે.
આના સંદર્ભે સરકાર કેબિનેટ નોટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. સૂત્રો પ્રમાણે લેબર રિફોર્મ સાથે જોડાયેલું આ બિલ પહેલો ખરડો હશે કે જેને નવી સરકાર સંસદના આ સત્રમાં લાવશે.