- ગુજરાતની જેમ અન્ય સ્થળોએ સી પ્લેન સેવા શરુ કરાશે
- દિલ્હીથી-જયપુર-ઉદેપુર-જોધપુર તેમજ બદ્રીનાથમાં સેવાનો આરંભ કરાશે
દિલ્હીઃ-દેશમાં પર્યટનને પ્રોત્સાહન મળી રહે તે હતુથી અનેક સેવાઓ વિકસાવવામાં આવી રહી છે જે હેઠળ ગુજરાતમાંમ સી પ્લેનની સેવા પણ શરુ કરવામાં આવી હતી, પ્રવાસીઓને આર્કષિત કરવા તેમજ ટૂરિસ્ટને પ્રોત્સાહન કરવામાં આ પ્રકારની અનેક સેવાઓનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે હવે ગુજરાતની માફત અન્ય 4 સ્થળોએ પણ સી પ્લેન સેવા શરુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટ સુધી જવા માટે અમદાવાદ સાબરમતી રિવર ફ્રેન્ટથી સી પ્લેન સેવાનો આરંભ થોડા સમય પહેલાજ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ તર્જ પર અનેક જગ્યાએ આ સેવા આરંભ કરવા સરકાર યોજના બનાવી રહી છે.
અમદાવાદ સાબરમતી રિવર ફ્રંટ બાદ હવે શિપિંગ મંત્રાલયે બીજા રુટ પર સી પ્લેન સેવાનો આરંભ કરવા માટેના કંપનીઓ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. આ સેવા શરુ કરવા માટે ચાર શહેરો જેમાં દિલ્હીથી જયપુર, દિલ્હીથી ઉદેપુર, દિલ્હીથી જોધપુર તેમજ દિલ્હીથી બદ્રીનાથ રુટનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાતના તર્જ પર આ ચાર શહેરોને પણ સી પ્લેન સેવાથી જોડવામાં આવશે
જો કે આ પ્રોજેક્ટની સફળતા બાદ રામ મંદિરના નિર્માણ ક્ષેત્રને પણ સી પ્લેન સેવા પ્રદાન કરવા અંગેની વિચારણા થઈ રહી છે, આ માટે સરકાર દિલ્હીની યમુના રિવર ફ્રંટ પરથી અયોધ્યા સુધીની સર્વિસ શરુ કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાબરમતીથી કેવડિયા સુધીની આ સેવા શરુ કરાઈ હતી ત્યાર બાદ સરકાર દ્રારા અનેક સ્થળોએ સેવા શરુ કરવાને લઈને લઈને વિચારણા કરવામાં આવી રહી છે, આ વિચારણામાં અયોધ્યાને પણ આવરી લેવામાં આવ્યું છે.
સાહિન-