Site icon hindi.revoi.in

પત્રકારોના નાણાં મંત્રાલયમાં મુક્ત પ્રવેશ પર સરકારનો નિષેધ

Social Share

પત્રકાર પ્રવેશ પર નાણામંત્રીનું સ્પષ્ટીકરણ

નાણાં મંત્રાલયમાં પત્રકાર પર પ્રવેશ નિષેધનો મામલો

પત્રકારોનો મંત્રાલયમાં પ્રવેશ યથાવત

પ્રવેશ પ્રક્રીયામાં માત્ર ફેરફાર

હાલ નાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે જેને લઈને નાણા મંત્રાલયમાંથી  એક સ્પટીકરણ કરવામાં આવ્યું છે જેમાં મંત્રાલયની અંદર પ્રત્રકારોના પ્રવેશ નિષેધ ન કરતા પ્રેવશ માટેની પ્રક્રીયામા માત્ર ફેરફાર કરવામાં આવ્યા છે તેમ જણાવવામાં આવ્યું છે.કેન્દ્રીય નાણા મંત્રાલયમાં એક અભૂતપુર્વ પગલું ભરવામાં આવ્યું છે જેમાં નોર્થ બ્લોકમાં મિડીયાના પ્રવેશ પર રોક લગાવવાની વાતનું સ્પષ્ટીકરણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યુ છે  ને કહ્યું છે કે વા કોઈજ પ્રકારની રોક પ્રત્રકારો માટે લગાવવામાં વી નથી માત્ર પ્રત્રકારના પ્રવેશની  પ્રક્રીયામાં થાડો બદલાવ કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયમાંથી એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે મંત્રાલયની અંદર પત્રકારોના પ્રવેશ પર એક અલગ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પત્રકારોને કોઈપણ પ્રકારનો પ્રવેશ નિષેધ નથી, પહેલાની પરંપરા મુજબ નાણા મંત્રાલય કાર્યાલયના નોર્થ બ્લોક ખાલી બજેટ બહાર પડવાના બે મહિના પહેલાથી મિડિયા કર્મીઓને દુર રાખવામાં આવ્યા હતા જ્યારે આ 5 જુલાઈએ જે બજેટ રજુ કરવામાં આવ્યું હતું ત્યાર પછી પત્રકારોને  આઈકાર્ડ બતાવ્યા હોવા છતા અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો  તથા પીઆઈબી કાર્ડ ધરાવનારને પણ અંદર પ્રવેશ આપ્યો ન હતો આ પરંપરાને અનુસરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ અત્યાર સુધી પ્રધાનમંત્રી કાર્યાલય ,વિદેશ મંત્રાલય સિવાય  અનેક એજ્નસીઓ અને પત્રકારો માટે પરવાનગીની વ્યવસ્થા હતી આ વિષય પર પત્રકારોની ચિંતા અને સોશ્યલ મિડિયામાં ચર્ચા થયા બાદ નિર્મલા સીમારમણે પત્રકારના પ્રવેશ નિષેધ પર પોતાની વાત રજુ કરી છે

નિર્મલા સીતારમણે વધુમાં આ વિષય પર જણાવ્યું છે કે પીબીઆઈથી માન્યતા પ્રાપ્ત સહીત દરેક મિડિયા કર્મીઓને અપોઈમેન્ટના આધાર પર પ્રવેશ પવામાં આવશે. અમે કોઈજ પર્કારનો પ્રતિબંધ લગાવ્યો નથી દરેક મિડિયા કર્મીઓ અધિકારીને મળવા માટે પહેલાથી સમય મેળવી લે તે જરુરી છે ,મળવા માટેની પરવાનગી લીધા પછી પીબીઆઈ કાર્ડધારકોને અલગથી પ્રવેશ પાસ બનાવવાની જરુર નહી રહે તેમ જણાવ્યું હતું  પરંતુ આ પહેલા અનેક મિડિયા કર્મીઓ સંપાદકોએ અધિકારીઓને મળવા માટેનો સમય માંગ્યો હતો જેમાં બેઠક તો થઈ હતી પરંતું મંત્રાલયની બહાર બેઠક યોજાઈ હતી.

Exit mobile version