Site icon hindi.revoi.in

ગૂગલનું અનોખુ ડૂડલઃ’ટીચર્સ-ડે’ પર આ અંદાજમાં ટીચર્સને પાઠવી શુચ્છાઓ

Social Share

કેટલાખ ખાસ પ્રસંગો પર ગૂગલ એક અનોખી રીતે ડૂડલ બનાવે છે,ત્યારે આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.આજના આ ખાસ દિવસે ગૂગલે એક ખૂબ જ સરસ ડૂડલ તૈયાર કર્યું છે,જેમાં ગૂગલે  ડૂડલમાં એક એનિમેશનના માધ્યમથી એક હસતા લાલ રંગના ઓક્ટોપસના ટેંપલ્સનો ઉપયોગ કરીને કેટલા બધા કામ એક સાથે કરતો તેને બતાવ્યો છે,જેમાં પ્રયોગનું સંચાલન,અધરા સમીકરણો હલ કરવા,નોટ્સ લેવી અને સાથે સાથે અભ્યાસ કરવો,આવી જીણવટભરી પરંતુ એક શિક્ષકના જીવનમાં ખુબજ મહત્વની ગણાતી બાબતોનો આ એનિમેશનમાં સમાવેશ કરીને શિક્ષક દિવસ પર શિક્ષકોને એક અનોખી ભેટ આપી છે.અને શિક્ષકોના કાર્યનું મહત્વ વિશ્વ સમક્ષ દર્શાવ્યું છે કે એક હાથે શિક્ષક કેટલા બધા કામ કરે છે અને કેટલું બધુ લોકોને શિખવાડે છે.આ સમગ્ર શિક્ષક જગત માટે તેનુ માન સમ્માન વધારવાની પ્રક્રિયા છે .

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ડૉ,રાધાકૃષ્ણન તત્વજ્ઞાની, વિદ્વાન, રાજકારણી અને અનુકરણીય શિક્ષક હતા. તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને અને દેશના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 માં તમિલનાડુમાં થયો હતો. તેમણે ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું હતું,આ ઉપરાંત 1931 થી 1936 દરમિયાન આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ હતા. 1962 માં તે દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ,તેમના નામે અનેક સિદ્ધીઓ લખાયેલી છે.

આમ તો રાધાકૃષ્ણનન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. તે શાંત અને સરળ સ્વભાવ માટે પણ તેઓ જાણીતા છે. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે તેમના શુભેચ્છકો અને મિત્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ  કે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવવાને બદલે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવે છે. બસ ત્યારથી ભારતભરમાં તેમના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાય રહ્યો છે

Exit mobile version