બે મહિના ચાલેલી લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્ટરનેટ પર સર્ચિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણીએ વડાપ્રધાન મોદી આગળ રહ્યા. 10 માર્ચથી 17 મે સુધીના 66 દિવસોમાં ગૂગલ સર્ચિંગમાં મોદીના એવરેજ પોઇન્ટ્સ 74 રહ્યા, જ્યારે રાહુલના એવરેજ પોઇન્ટ્સ 12 રહ્યા. આ 68 દિવસોમાં ફક્ત એક જ દિવસ એવો હતો, જ્યારે રાહુલ ગાંધીના એવરેજ પોઇન્ટ્સ 26 પર પહોંચ્યા. આ દિવસ 22 એપ્રિલનો હતો, જ્યારે રાહુલે ‘ચોકીદાર ચોર હૈ’ના નિવેદનને સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે ખોટી રીતે જોડવા પર માફી માંગી લીધી હતી. આ ઉપરાંત, 10 મેના રોજ રાહુલના એવરેજ પોઇન્ટ્સ 6 અને મોદીના એવરેજ પોઇન્ટ્સ 54 હતા જ્યારે 15 મેના રોજ રાહુલના એવરેજ પોઇન્ટ્સ વધીને 11 અને મોદીના 77 થઈ ગયા.
મોદી Vs રાહુલ: 66 દિવસોમાં રાહુલ ક્યારેય પણ મોદીથી આગળ ન નીકળ્યા
ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા પ્રમાણે, મોદીને તમામ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાહુલ કરતા વધારે સર્ચ કરવામાં આવ્યા. જો બંને નેતાઓનું અલગ-અલગ સર્ચિંગ જોઇએ તો મોદીને સૌથી વધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં સર્ચ કરવામાં આવ્યા. પરંતુ, બંને નેતાઓના તુલનાત્મક સર્ચિંગની વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ અને કેરળમાં રાહુલની સરખામણીએ મોદી વધુ સર્ચ થયા. જેમકે- રાજસ્થાનમાં મોદીનું સર્ચિંગ 89% રહ્યું, જ્યારે રાહુલનું સર્ચિંગ 11% રહ્યું.
ટોચના 5 રાજ્યો જ્યાં મોદી-રાહુલ એકબીજાની સરખામણીએ સૌથી વધુ સર્ચ થયા
રાજ્ય | મોદી (સર્ચિંગ %) | રાજ્ય | રાહુલ (સર્ચિંગ %) |
ઉત્તરપ્રદેશ | 92% | નાગાલેન્ડ | 49% |
બિહાર | 92% | કેરળ | 47% |
રાજસ્થાન | 89% | પુડ્ડુચેરી | 40% |
બંગાળ | 88% | મિઝોરમ | 35% |
જમ્મુ-કાશ્મીર | 88% | તમિલનાડુ | 27% |
ગૂગલ પર લોકોએ મોદી વિશે તેમના બાયોપિકની રીલીઝ ડેટ, ટાઇમ મેગેઝીનની કવર સ્ટોરી, ઇન્ટરવ્યુ, બાલાકોટ એરસ્ટ્રાઇક પર આપેલું નિવેદન અને તેમની રેલીઓ વિશે સર્ચ કર્યું. આ જ રીતે રાહુલ વિશે લોકોએ ન્યાય યોજના, વાયનાડ અને અમેઠીમાં નોમિનેશન, નાગરિકત્વ વિવાદ, ભાષણ, રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં માફી માંગવા વિશે સર્ચ કર્યું.
ભાજપ Vs કોંગ્રેસ: ભાજરને પણ કોંગ્રેસથી વધુ સર્ચ કરવામાં આવી
66 દિવસોમાં ગૂગલ પર લોકોએ ભાજપને કોંગ્રેસની સરખામણીએ વધુ સર્ચ કરી. ગૂગલ ટ્રેન્ડ્સ પર આ દરમિયાન ભાજપના એવરેજ પોઇન્ટ્સ 38 અને કોંગ્રેસના 20 રહ્યા. 10 માર્ચના રોજ ભાજપના એવરેજ પોઇન્ટ્સ 15 હતા જે 15 મેના રોજ વધીને 25 થઈ ગયા. આ જ રીતે 10 માર્ચથી કોંગ્રેસના એવરેજ પોઇન્ટ્સ 10 અને 15 મેના રોજ 14 થઈ ગયા. આ દરમિયાન ફક્ત 1 દિવસ, 2 એપ્રિલના રોજ કોંગ્રેસનું સર્ચિંગ ભાજપથી 1 પોઇન્ટ વધુ રહ્યું, જ્યારે બાકીના દિવસોમાં હંમેશાં ભાજપ જ આગળ રહી. મોદીની જેમ જ ભાજપનું સર્ચિંગ પણ તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસથી વધારે રહ્યું.
બંને પાર્ટીઓને અલગ-અલગ જોઇએ તો ભાજપને સૌથી વધુ આંદામાન-નિકોબાર, અરૂણાચલ પ્રદેશ, દાદરા-નગર હવેલી, ત્રિપુરા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારકંડ, ઓડિશા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં સર્ચ કરવામાં આવી. જ્યારે, કોંગ્રેસનું સર્ચિંગ સૌથી વધુ આંદામાન-નિકોબાર, રાજસ્થાન, નાગાલેન્ડ, દિલ્હી, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ અને ઝારખંડમાં થયું. બંનેની સરખામણી કરીએ તો ભાજપને સૌથી વધુ સિક્કિમ અને કોંગ્રેસને તેલંગણામાં સર્ચ કરવામાં આવ્યા.
ટોચના 5 રાજ્યો, જ્યાં ભાજપ-કોંગ્રેસને એકબીજાની સરખામણીએ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા
રાજ્ય | ભાજપ | રાજ્ય | કોંગ્રેસ |
સિક્કિમ | 83% | તેલંગાણા | 48% |
પશ્ચિમ બંગાળ | 82% | હિમાચલ પ્રદેશ | 46% |
અરૂણાચલ પ્રદેશ | 75% | આંધ્રપ્રદેશ | 46% |
દાદરા-નગર હવેલી | 74% | રાજસ્થાન | 44% |
ઉત્તરપ્રદેશ | 74% | મધ્યપ્રદેશ | 43% |