Site icon hindi.revoi.in

Googleએ ડૂડલના માધ્યમથી ભારતની દિગ્ગજ અભિનેત્રી અને ડાન્સર ઝોહરા સહગલને યાદ કર્યા

Social Share

મુંબઈ: ગૂગલ ડૂડલ દ્વારા દુનિયાના મહાન અને ખાસ વ્યક્તિત્વને ઘણીવાર યાદ કરે છે. આજે ગુગલે ડૂડલના માધ્યમથી ભારતની દિગ્ગજ અભિનેત્રી અને ડાન્સર ઝોહરા સહગલને યાદ કર્યા. ગૂગલ ડૂડલમાં પ્રતિષ્ઠિત અભિનેત્રી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ઝોહરા સહગલનું આ ડૂડલ ગૂગલની ગેસ્ટ આર્ટીસ્ટ પાર્વતી પિલ્લઇએ બનાવ્યું છે. ગૂગલે તેની વેબસાઇટ પર લખેલી એક નોંધમાં દિગ્ગજ અભિનેત્રી ઝોહરા સહગલને આંતરરાષ્ટ્રીય મંચ પર માન્યતા પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ મહિલા અભિનેત્રી તરીકે વર્ણવી છે.

ઝોહરા સેગલનો જન્મ 27 એપ્રિલ 1912ના રોજ થયો હતો અને 102 વર્ષની વયે તેમણે 14 જુલાઈ 2014 ના રોજ નવી દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે પરંપરાગત મુસ્લિમ પરિવારની હતી. ઝોહરા સહગલે લાહોરની ક્વીન મેરી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

અહીં મહિલાઓને સ્ક્રીન પર રાખવામાં આવી હતી. ક્વીન મેરીમાંથી અભ્યાસ કર્યા બાદ, ઝોહરા સહગલ એક્ટિંગની તાલીમ લેવા બ્રિટેન અને ત્યારબાદ ડાન્સની તાલીમ માટે જર્મની ગયા હતા.

ઝોહરા, બાજી, સીઆઈડી અને આવારા જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી માટે જાણીતા છે, તો ઘણી ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગ માટે પણ ઓળખવામાં આવે છે.

જોહરા સહગલ બોલિવૂડની એક એવી અભિનેત્રીઓમાંથી એક છે જેમણે પૃથ્વીરાજ કપૂરથી લઇ રણબીર કપૂર સુધી પોતાની એક્ટિંગને વિખેરી.. ઝોહરા સહગલે ઉદય શંકરની મંડળીમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

1935થી 1943 સુધી તે આ ઉદય શંકરની મંડળીમાં પ્રમુખ ડાન્સર બની ચુક્યા હતા. અને તેણે સયુંકત રાજ્ય અમેરિકા અને જાપાન સહિત દુનિયાભરમાં પર્ફોમન્સ આપ્યું હતું. ભારતીય સિનેમા જગત અને ડાન્સની દુનિયામાં અજોડ યોગદાન આપવા બદલ તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

_Devanshi

Exit mobile version