- ગૂગલ-પે એ તેના પ્લેટફોર્મ પર ટોકનાઇઝેશન લાગુ કરવાની કરી જાહેરાત
- યુઝર્સ તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત રીતે કરી શકશે ઉપયોગ
- આ સુવિધા એક્સિસ અને એસબીઆઈ કાર્ડના ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ
મુંબઈ: ગૂગલ પે એ સોમવારે તેના પ્લેટફોર્મ પર ટોકનાઇઝેશન લાગુ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા યુઝર્સ તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકશે. ટોકનાઇઝેશન દ્વારા ગૂગલ પે એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ડેબિટ અથવા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ તેના કાર્ડને પ્રત્યેક્ષ રૂપથી સ્વેપ કર્યા વગર કરી શકશે. આ અંતર્ગત કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા સુરક્ષિત ડિજિટલ ટોકન દ્વારા ચુકવણી કરવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વિઝા અને બેંકિંગ ભાગીદારો સાથે આ સુવિધા હવે એક્સિસ અને એસબીઆઈ કાર્ડના બધા ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ છે. કોટક અને અન્ય બેંકો સાથે આ સુવિધા ખૂબ જ જલ્દી શરૂ કરવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોકન ચુકવણી સાથે ગૂગલ પે ગ્રાહકોને એનએફસીએ સક્ષમ એન્ડ્રોયડ ડિવાઇસ અથવા ફોનનો ઉપયોગ કરીને સુરક્ષિત ચુકવણી કરવામાં મદદ કરશે. આ સુવિધા સાથે 25 લાખથી વધુ વ્યાપારિક સ્થળો પર સંપર્ક વિનાની ચુકવણી કરી શકાય છે. આ સાથે 15 લાખથી વધુ ભારત ક્યુઆરમાં સ્કેન કરી ચૂકવણી કરી શકાય છે.
ગૂગલ પેના કારોબાર પ્રમુખ સજિથ શિવનંદને કહ્યું હતું કે, “અમે અમારા ઉપયોગકર્તાઓને સુરક્ષિત ચુકવણીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અને ટોકનનો ઉપયોગ છેતરપિંડીની કોઈપણ સંભાવનાને દૂર કરે છે,”
_Devanshi