- ગૂગલની કોરોનાવાયરસને લઈને અપીલ
- ગૂગલ ડૂડલમાં કોરોનાથી સતર્ક રહેવા કરી અપીલ
- માસ્ક પહેરો અને જીવન બચાવવાનો આપ્યો સંદેશ
સૌથી ધાતક કોરોનોવાયરસ હાલમાં દુનિયાની સૌથી મોટી મહામારી છે. કોરોનોવાયરસ સંક્રમણનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે.જેને લઈને સરકાર શરૂઆતના દિવસોથી જ કહેતી આવી છે કે લોકોએ સાવચેતી રૂપે સુરક્ષા ઉપાયોનું પાલન કરવું જોઈએ. ગૂગલ લોકોને જાગૃત કરવા માટે પણ પ્રયાસો કરી રહ્યું છે ડૂડલના માધ્યમથી લોકોને સુરક્ષા ઉપાયો, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે શિક્ષિત કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસથી બચવા માટે ક્યાં ઉપાયો કરવા જોઈએ તેના પર ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે.આજના ડૂડલમાં ગૂગલના દરેક શબ્દ પર માસ્ક પહેરાવવામાં આવ્યું છે. ગૂગલ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, જીવન બચાવવા, વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહેવામાં આવ્યું છે.ગૂગલનું કહેવું છે કે જો તમે સતર્કતાને ધ્યાનમાં રાખીને સાવધાની રાખશો તો તમારી આસપાસના લોકો પણ જાગૃત રહેશે
કોરોના ને રોકવા માટેના પગલાં
- તમારા હાથને વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી સાફ કરો.
- તમારી આસપાસ ખાંસી અને છીંક વાળા કોઈપણ વ્યક્તિથી સામાજિક અંતર બનાવી રાખો.
- જ્યારે સામાજિક અંતર જાળવવું શક્ય ન હોય, ત્યારે ફરજિયાત માસ્ક પહેરો.
તમારા નાક, આંખો અને મોઢાને વારંવાર સ્પર્શ કરશો નહીં. - જ્યારે તમને ખાંસી અથવા છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને રૂમાલથી ઢાંકી દો.
- જો તમને તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ છે, તો તાત્કાલિક નજીકના ડોક્ટરની સલાહ લો
- ગૂગલ ડૂડલ કોરોના દુનિયામાં પ્રવેશ કર્યા બાદ લોકો માટે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરી રહી છે. કોરોના સામેની લડત માટે યોદ્ધાઓનો આભાર અને શ્રદ્ધાંજલિ અર્પી.
ચાર દિવસ પહેલા ગૂગલે કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. આજે કોરોના ફરીવાર એ રીતે જોખમી બની રહ્યો છે જેને લોકોએ નિયંત્રણમાં રાખવો જોઈએ..