- એસબીઆઈના ગ્રાહકોને મળ્યું દિવાળી ગિફ્ટ
- હોમ લૉન અને ઑટો લોન થશે સસ્તી
- તહેવાર પહેલા એસબીઆઈએ ગ્રાહકોને કર્યો ખુશ
- આ સુધારો 1લી ઓક્ટોબર 2019થી લાગુ પડશે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ તહેવારો આવતા પહેલાજ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે, SBIએ સોમવારના રોજ એમએસએમઈ,હાઉસિંગ અને રિટંલ લૉનના દરેક ફ્લોટિંગ રેટ લૉન માટે એક્સટર્નલ બેંચમાર્કના રુપમાં રેપો રેટને સ્વિકારવાનો નિર્ણય લીધો છે,આ સુધારો 1લી ઓક્ટોબર 2019થી લાગુ પડશે,તમને જણાવી દઈએ કે,ભારતીય રિઝર્વ બેંકે 4 સપ્ટેમ્બર 2019ના રોજ દરેક બેંકોને રિટેલ લૉન ફ્લોટિંગ રેટ્સ પર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, આ ફ્લોટિંગ રેટ્સ એક્સટર્નલ બેંચમાર્ક જેવા રેપો રેટના માધ્યમથી નક્કી કરવામાં આવશે.
એસબીઆઈએ મધ્યમ ઉદ્યોગો માટે એક્સટર્નલ બેંચમાર્ક આધારિત લોનને પ્રોત્સાહન આપ્યું છે. આનાથી એમએસએમઇ ક્ષેત્રને વેગ મળશે. એસબીઆઈએ 1 જુલાઈ 2019 ના રોજ ફ્લોટિંગ રેટ હોમ લોનને રજૂ કરી હતી. આ યોજનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ફેરફારોની સાથે નવી યોજના 1 ઓક્ટોબર 2019 થી લાગુ કરવામાં આવશે.
બેંચમાર્કમાં રિઝર્વ બેંકનો રેપો રેટ,ફાઈનેંશિયલ, ફાઇનાન્સિયલ બેંચમાર્કસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રકાશિત ભારત સરકારના 3 મહિનાના ટ્રેઝરી બિલ પર રિઝર્વ બેંકનો રેપો રેટ, એફબીઆઇએલ દ્વારા પ્રકાશિત ભારત સરકારના 6 મહિનામાં ટ્રેઝરી બિલ પર આપવામાં આવેલા રેટ, એફબીઆઇએલ તરફથી પ્રકાશીત અન્ય બેંચમાર્ક રેટનો સમાવેશ થાય છે,આરબીઆઈએ આમાંથી કોઈપણ માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ બેંચમાર્કમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો.
એસબીઆઈએ 2014મા જ્યારે માર્જિનલ કોસ્ટ ઓફ લેંન્ડિગ રેટ આધારીત વ્યાજ દર શરુ કર્યો ત્યારે અનેય બેંકોએ પણ બેઝ રેટ સિસ્ટમ છોડીને એમસીએલઆરનો સ્વિકાર કર્યો હતો,એસબીઆઈ રેપો-લેન્ડિંગ રેટ આરબીઆઈના રેપો રેટથી 2.25 ટકાથી ઉચોં રહ્યો હતો,હાલ આ રેપો રેટ 5.40 ટકા જેટલો છે,તો બીજી તરફ સબીઆઈનો આરએલએલઆર 7.65 ટકા રહ્યો છે, આ સિવાય આરએલએલઆર ઉપર સ્પ્રેડ 0.40 ટકા અને 0.55 ટકા છે. નવા હોમ લોન ગ્રાહકો વાર્ષિક 8.05 ટકા અથવા 8.20 ટકાના દરે હોમ લોન લઈ શકે છે.