- રેલ્વે વિભાગ એ ખાસ ટ્રેનોનું સ્ચાલન લંબાવ્યું
- સ્પેશિયલ 13 ટ્રેનો 30 નવેમ્બરના બદલે હવે 31 ડિસેમ્બર સુધી પાટા પર દોડશે
દિલ્હીઃ- ભારતીય રેલ્વેનાપૂર્વ સેન્ટ્રલ રેલ્વે ઝોને કોરોના સમયમાં દોડતી કરેલી ખાસ ટ્રેનોના સંચાલનનો સમય વધાર્યો છે. રેલ્વેએ જયનગર, દરભંગા, બરૌની, રક્સૌલ, મુઝફ્ફરપુર અને સહરસાથી દોડતી 13 ખાસ ટ્રેનોને હવે 31 ડિસેમ્બર સુધી પાટાપર દોડાવવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, રેલ્વેએ કોવિડ -19ના કારણે તહેવારની સીઝનમાં 30 નવેમ્બર સુધી મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં લઈને ખાસ ટ્રોનોનું લસંચાલન શરુ કર્યું હતું જેની સમય મર્યાદા 30 નવેમ્બર સુધી રાખવામાં આવી હતી ,જો કે હવે તે વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી થએ
30 નવેમ્બર પછી આ ખાસ ટ્રેનોનું સંચાલન બંધ કરાવાની વાતથઈ યાત્રીઓની ચિંતા વધી હતી જો કે હવે રેલ્વે દ્વારા આ નિર્ણય બદલાયો છે અને ખઆસ ટ્રેનોનું સલંચાલન 31 ડિસેમ્બર સુધી ચાલુ રાખવાની માહિતી આપી છે, આ સાથે જ રેલ્વે બાબતની અનેક અટકળોનો અંત આવ્યો છે.
પૂર્વ મધ્ય રેલ્વેના સમસ્તીપુર રેલ્વે વિભાગના જુદા જુદા સ્ટેશનોથી 31 ડિસેમ્બર સુધી 13 સ્પેશિયલ ટ્રોનોના સંચાલનને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ઘોષણા કર્યા બાદ યાત્રીઓ એ હાશ અનુભવી છે
સમસ્તીપુર રેલ્વે વિભાગના ડીઆરએમ અશોક મહેશ્વરીએ આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે આ પહેલાના સમયપત્રક પ્રમાણે દોડતી આ 13 ટ્રેનો 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે, મુસાફરોએ આરક્ષણ કાઉન્ટરથી અનામત ટિકિટ લેવી પડશે.
યાત્રીઓએ ટિકિટ લીધા બાદ મકોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ એન્ટ્રી આપવામાં આવશે, આ બાબતે સીનિયર ડીસીએમ સરસ્વતી ચંદ્રએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન ટ્રેનમાં સાફરી કરી રહેલા તમામ યાત્રીઓએ કોરોના ગાઈડલાઈનનું સખ્તીથી પાલન કરવું પડશે
સાહીન-