Site icon hindi.revoi.in

ગુજરાતીઓ માટે ખુશખબર: ભારત બાયોટીકની વેક્સીન આજે સાંજે 5.30 વાગ્યે ફલાઈટમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે

Social Share

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરી દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. થોડા સમય પહેલા કોરોનાના કેસમાં ધટાડો જોવા મળ્યો હતો..ત્યારે હવે તહેવારો બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. દેશભરના તમામ લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. જેમાં ગુજરાતમાં પણ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવામાં ગુજરાતીઓ માટે ખુશખબર આવી છે. અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના ટ્રાયલ ટેસ્ટિંગ માટે આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ભારત બાયોટીકની રસી આજે સાંજે 5.30 વાગ્યે દિલ્હી ફલાઈટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે. અને ત્યાંથી આ રસી સોલા હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે. સોલા સિવિલ ખાતે 1000 જેટલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. જેને લઈને સ્થગિત કરાયેલ કોરોના વેક્સીનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ અઠવાડિયાના મધ્યભાગ બાદ શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે 5 હોસ્પિટલમાં કોરોના રસીનાં પરીક્ષણની મંજૂરી આપી દીધી છે, આ પહેલા મંગળવારથી પરીક્ષણ શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું.

_Devanshi

Exit mobile version