Site icon hindi.revoi.in

ડોમેસ્ટિક ફ્લાઈટના યાત્રીઓ માટે સારા સમાચાર – ઓછો સામાન લઈ જવા પર ટિકિટ ભાડામાં મળશે રાહત

Social Share

દિલ્હી – પ્રવાસની મજા ક્યારે આવે, જ્યારે આપણા પાસે સામાન ઓછો હોય, સ્વાભાવિક છે સામાન ઓછો હોય એટલે મગજમારી ઓછી અને ફરવાની સહુલત વધે, ત્યારે હવે જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમારા પાસે સામાન ઓછો છે તો ફરવાની મજાની સાછે સાથે તમને ટિકિટના પૈસા પણ હવે ઓછા ચૂક્વવા પડશે.

આ માટે ઘરેલું ઉડ્ડયન ક્ષેત્રે એરલાઈન કંપનીઓએ પ્રવાસીઓ માટે ખાસ જાહેરાત કરી છે, જે પ્રમાણે ઓછો સામાન લઈને યાત્રા કરનારા આત્રીઓને પોતાની ટિકિટના દરમામં રાહત આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ સમગ્ર મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં દેરક સ્થાનિક વિમાન કંપનીઓને જણાવવામાં આવ્યું છે કે,જો યાત્રીઓ પોતાની મુસાફરી દરમિયાન ઓછો સામાન પાસે રાખે છે અને ફ્લાઈટમાં ટ્રાવેલ કરે છે તો તેવા યાત્રીઓ માટે ચિકિટ દરમાં રાહત આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

હાલમાં યાત્રીઓ 15 કિલોથી વધુ લગેજ લઈને ટ્રાવેલ કરે  તો તેમની પાસેથી વધારાના લગેજ પર ચાર્જ  લાગુ કરલામાં આવે છે,એક વ્યક્તિ 7 કિલો હેન્ડબેગેજ અને 15 કિલો ચેક ઈન લગેજ લઈને ટ્રાવેલ કરી શકે છે.ત્યારે રહવે જો ફક્ત કેબિન બેગેજ લઈને યાત્રા કરે છે તો તેમને ટિકિટ દરમાં રાહત મળવાની સંભાવનાઓ છે

ડીજીસીએએ ઝીરો બેગેજ અને નો બેગેજ પોલિસી હેઠળ યાત્રીઓને ટિકિટના દરમાં છૂટછાટ આપનાવા સુચના જારી કર્યા છે, જો કે આ બાબતનો છેલ્લા નિર્ણય સંપૂર્ણ એરલાઈન કંપનીઓ પર નિર્ભર કરશે, કે તેઓટિકિટની કિંમતોમાં છૂટ આપે છે કે નહી . ઝીરો બેગેજ/ નો બેગેજ પોલિસીને લઈને ડીજીસીએએના નવા સર્ક્યુલરમાં કહ્યું છે કે છે કે ફક્ત કેબિન લગેજ લઈને જતા યાત્રીઓને જ ટિકિટના દરમાં રાહત અપાશે.

સાહિન-

Exit mobile version