- દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર
- રાજધાનીની એર ક્વોલિટીમાં સુધારો
- જો પ્રદુષણના સ્તરમાં સુધાર રહ્યો તો કોરોનાથી મળી શકે છે રાહત
દિલ્લી: કોરોનાવાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે રાજધાની દિલ્હીના લોકો રાહતના સમાચાર આવ્યા છે. આજે સવારે 5.30 વાગ્યે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 104 રહ્યો, જે ગુણવત્તાની સામાન્ય સ્થિતિમાં છે.
કોરોનાની સ્થિતિમાં થઇ શકે છે સુધારો
જો આપણે થોડા દિવસ પહેલાની વાત કરીએ તો, દિલ્હીનો ઓવરઓલ એક્યુઆઈ 100 હતો, જે ગુણવત્તામાં સંતોષકારક કેટેગરીમાં આવે છે. હાલમાં જ દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં વધતા કોરોના કેસનું એક મુખ્ય કારણ પ્રદુષણ છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ઓછું રહેશે, તો દિલ્હીમાં કોરોના સ્થિતિમાં સુધારો થવાની ઉમ્મીદ લગાવવામાં આવી શકે છે.
હવામાનની સ્થિતિ
તો બીજી તરફ હવામાનની વાત કરીએ તો, સવારે 5.30 વાગ્યે તાપમાન 11.60 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી હોઇ શકે છે.
_Devanshi