અંદાજે ત્રણ દશક સુધી સંસદના ઉચ્ચ સદન રાજ્યસભાના સભ્ય રહી ચુકેલા પૂર્વ પ્રધાન મંત્રી ડો મનમોહન સિંહ ફરી એકવાર સદનમાં પહોચવા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મંગળવારે રાજસ્થાનથી ઉમેદવારી પત્ર ભરવાના છે.
રાજસ્થાનની રાજધાની જયપુર પહોચતા પાર્ટીના રાજ્ય એકમના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ દ્વારા મનમોહન સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાસે રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સભ્યોવાળી રાજસ્થાનની વિધાનસભા માટે 100 ધારાસભ્યો છે, આ ઉપરાંત તેમણે 12 અપક્ષો અને બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યોનો ટેકો પણ છે, તેથી ડૉ મનમોહનની ચૂંટણી નિશ્ચિત છે. બીજી તરફ, રાજ્યની મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી પાસે 73 ધારાસભ્યો છે,તેથી તેઓ એ હજુ સુધી કોઇ ઉમેદવારોના નોમની જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આજ વર્ષે થયેલારાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહ માટે સીટ પાક્કી નહોતી કરી શકી,આ પ્રથમ વાર અવું બન્યુ છે કે છેલ્લા 27-28 વર્ષોમાં મનમોહન સિંહ સદનમાં સભ્ય તરીકે નથી, ર્થશાશ્ત્રી મનમોહન સિંહની સંસદમાં હાજરી કોંગ્રેસ પક્ષમે મજબુત બનાવશે. પહેલા જ્યારે કોંગ્રેસ મન માહનસિંહ માટે કોઈ સીટ નક્કી નહોતા કરી શક્યા ત્યારે દરેક લોકોએ તેમને નિવૃત ગણાવ્યા હતા, જો કે મન મોહન સિંહએ હજુ રાજકીય બાબત માંથી નિવૃત્તિ લીધી નથી તે વાત તેમના સંસદમાં પરત ફરવાથી સાબિત થશે.