Site icon hindi.revoi.in

કોરોના બાબતે સારા સમાચાર -દેશમાં કુલ કેસના માત્ર 22 ટકા કેસ એક્ટિવ છે – રિકવરી રેટ ઊંચો નોંધાયો

Social Share

સમગ્ર વિશ્વમાં જ્યા કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા ત્યા ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો નોંઘાયો છે , જો કે કોરોનાના કેસમાં અમેરીકાનું સ્થાન સૌથી મોખરે છે તો બીજા નંબર બ્રાઝિલનો સમાવેશ થાય છે જો કે આપણો દેશ આ બાબતે ત્રીજા સ્થાન પર છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે એક સારી વાત એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓ વધુ પ્રમાણમાં સાજા થઈ રહ્યા છે તો બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુનો દર પણ દેશમાં ખુબ નીચો જોવા મળે છે

આ સમગ્ર બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ એવા રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, “આજે દેશમાં રિકવરીનાં કેસો એક્ટિવ કોરોના કેસો કરતા 3.4 ગણા વધુ નોંધાય છે. દેશમાં કુલ એક્ટિવ કેસના માત્ર 2.7 ટકા દર્દીઓ જ ઓક્સિજનના સપોર્ટ પર છે, તો બીજી તરફ 1.92 ટકા દર્દીઓ આઇસીયુમાં સારવાર હેઠળ છે અને 0.29 ટકા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર હેઠળ છે. કોરોનાથી દેશમાં મૃત્યુ દર 1.58 ટકા નોંધાયો છે જે વિશ્વમાં સૌથી નીચો મૃત્યુ દર છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી 6 હજાર 400 થી વધુ લોકો સ્વસ્થ છે.

આરોગ્ય મંત્રાલયે એ કોરોનાની સમગ્ર બાબતે મંગળવારના રોજ જણાવ્યું હતું કે,આપણા દેશમાં કુલ કેસની સરખામણીમાં એક્ટિવ કેસ માત્ર 22.2 ટકા જ છે, જ્યારે રિકવરી રેટ હવે વધીને 75 ટકાથી પણ ઉપર જોવા મળી રહ્યો છેે.

આપણા દેશમાં 24 કલાકમાં 60 હજારથી પણ વધુ કોરોનાના કેસ સામે આવે છે, કુલ કેસની સંખ્યા 31 લાખ 67 હજાર ઉપર હપોંચ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી પ્રમાણે દેશમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 24 લાખને પણ પાર થઈ છે આ સાથે જ રિકવરી રેટ 75.92 ટકા થયો છે

સાહીન-

Exit mobile version