Site icon hindi.revoi.in

સુરત: ડુમ્મસ ગામમાં અચાનક આકાશમાંથી વરસ્યું સોનું,જાણો આશ્ચર્યજનક કિસ્સો

Social Share

સુરત: દેશ-દુનિયામાં કેટલીકવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જે આપણું ધ્યાન આકર્ષિત કરે છે. શું તમે ક્યારેય આકાશમાંથી સોનાનો વરસાદ થતો જોયો છે? એવું બની શકે કે તમને આ વાત થોડી ફીલ્મી લાગશે, પરંતુ આ એકદમ સાચું છે. ખરેખર, આકાશમાંથી સોનું પડવાની ઘટના ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવી છે.

સુરત એરપોર્ટ પાસે આવેલા ડુમ્મસ ગામમાં થોડા દિવસો પહેલા આકાશમાંથી સોનું વરસ્યું હતું. આ ગામમાં સોનાના નાના-મોટા ટુકડા પડ્યા હતા, મોટા સોનાનું કદ કોઈ ઈંટથી ઓછું ન હતું. તો, નાના સોનાનું કદ એક બિસ્કિટ જેવું હતું.

કેટલાક લોકોને મળી સોનાની ઇંટ

ગામના લોકોને જ્યારે આકાશમાંથી સોનું પડી રહ્યું હોવાની જાણ થઇ ત્યારે તેઓ બધા સોનાની શોધમાં નીકળી પડ્યા હતા. તમને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોને સોનાની ઇંટો મળી, તો કેટલાક લોકોને સોનાના નાના-નાના ટુકડા મળ્યા. એવું માનવામાં આવે છે કે વિદેશથી સોનાની તસ્કરી કરનાર કોઈ વ્યક્તિ પકડાવાના ડરથી આ સોનું વિમાનમાંથી જ નીચે ફેંકી દીધું હશે, જેથી તે પોતે બચી શકે.આ વાતની પુષ્ટિ નથી થઇ કે,સોનું ક્યાંથી આવ્યું. લોકો સોનું મેળવવાની ખુશીમાં એટલા ડૂબી ગયા કે તેઓ કંઈપણ વિચારવું કે સમજવું જરૂરી માનતા નથી.

સોનાની શોધમાં નીકળ્યા લોકો

આકાશમાંથી સોનાના વરસાદના સમાચાર મળતાની સાથે જ ગ્રામજનો સોનાની શોધમાં ઝાડીઓ તરફ નીકળી ગયા હતા. આ સમાચાર ફેલાયા બાદ ગામ અને નજીકના નગરોના લોકો ત્યાં ભેગા થયા હતા. ત્યારબાદ લોકો અંધકારને કારણે આખી રાત ટોર્ચ લઈને સોનાની શોધ કરતા રહ્યા હતા. ગામ વાળામાંથી કેટલાક લોકોનું નસીબ ચમક્યું,તો કેટલાકને નિરાશ થઈને પરત ફરવું પડ્યું. જે લોકોને સોનું મળ્યું,તે ચૂપચાપ સોનું લઇને નીકળી ગયા અને જે લોકોને સોનું મળ્યું નથી, તેઓ હજી પણ શોધી રહ્યા છે.

_Devanshi

Exit mobile version