Site icon Revoi.in

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, પહેલીવાર 50,000 ને પાર

Social Share

મુંબઈ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર આ ભાવ 50 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. તો, ચાંદીનો ભાવ સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે ગયો છે. કિંમતોના આ ઉછાળાને કારણે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાયદા સહિત વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ નવ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. ગુરુવારે માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ વધીને 50,552 રૂપિયા થયો છે. ગઈકાલ કરતા સોનાનો ભાવ 371 રૂપિયા વધારે છે. તો, ચાંદી 1,416 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ અને 60,585 રૂપિયા પ્રતિ કિલોના દરે ખુલી છે.

ગુરુવારે વાયદા બજારમાં સોનાના ભાવ 0.12 ટકા એટલે કે 62 રૂપિયા વધીને રૂ .50,196 પર દસ ગ્રામ પર પહોંચી ગયા છે. તો, ચાંદી 0.67 ટકા એટલે કે 408 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 60,707 રૂપિયા થઈ ગઈ છે. કોરોના વાયરસ મહમારીને વધવાને કારણે આર્થિક સ્થિતિ વધુ વણસી રહી છે. તેથી, રોકાણકારો સલામત રોકાણ માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

કોમોડિટી વિશ્લેષકના જણાવ્યા મુજ્બ, આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવને કારણે ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના નવા કેસોના આગમન પછી સોના પર સલામત રોકાણોની ખરીદી ઝડપથી વધી છે. ઇક્વિટી માર્કેટમાંથી પૈસા ઉપાડીને રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે. જોકે નવા રોકાણકારો ઇક્વિટીમાં વધારો થયો છે.

_Devanshi