Site icon hindi.revoi.in

સોનામાં વિક્રમજનક ઉછાળો: કિંમત 36000ની નજીક, ભાવ વધવાની શક્યતા

Social Share

ફેસ્ટિવ સીઝન પહેલા સોનાની કિંમતોમાં જબદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે ગોલ્ડ પ્રાઈસ વધીને 35915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આના પહેલા સોમવારે ગોલ્ડની કિંમત દિલ્હીમાં 35970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. તે એક રેકોર્ડ સ્તર છે. તો ગત વર્ષ 22 જુલાઈએ 29895 રૂપિયા પ્રતિ દશ ગ્રામ કિંમત હતી.

સોનાના ભાવનું આ સૌથી ઉંચુ સ્તર છે. આના પહેલા ક્યારેય પણ સોનાની કિંમતમાં આટલી તેજી જોવા મળી ન હતી. જ્યારે ચાંદીનો ભાવ પણ ગત એક વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયો છે. આની વચ્ચે હવે રોકાણકારો વધારે નફાની આશામાં શેયરમાંથી નાણાં કાઢીને ગોલ્ડમાં લગાવી રહ્યા છે.

સોમવારે દિલ્હીમાં સોનાના ભાવમાં 100 રૂપિયાની તેજી જોવા મળી હતી. તેનાથી તેનો ભાવ ઉચ્ચત્તમ સ્તર 35970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે શરૂઆતના કારોબારમાં જ સોનાની કિંમત 35409 રૂપિયા પ્રતિ દશ ગ્રામ સુધી પહોંચી ગયો હતો. તો ચાંદીની વાત કરીએ, તો તેમાં ગત એક સપ્તાહથી તેજી ચાલુ છે.

શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1450 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. ગત છ વર્ષમાં ગોલ્ડ પ્રાઈસમાં આ સૌથી ઉચ્ચ સ્તર પર હતું. સોમવારે ગોલ્ડની સ્પોટ પ્રાઈસ 0.2 ટકા ઘટીને 1422.74 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.

અમેરિકાની ફેડ રિઝર્વના પ્રેસિડેન્ટ જોન વિલિયમ્સે રેટ કેટના સંકેત આપ્યા છે. ફેડરલ રિઝર્વ આ માસના અંત સુધીમાં 0.25 ટકા રેટ કટ કરી શકે છે. તેના સિવાય ભારત સરકારે ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી 2.5 ટકા વધારીને 12.5 ટકા કરી છે. તેના કારણે કિંમતોમાં તેજી આવી છે.

ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથમાં સુસ્તી, અમેરિકા-ચીન ટ્રેડ વોર, ઈરાનને લઈને ભૂરાજકીય તણાવ વધવાને કરણે પણ રોકાણકારો ગોલ્ડમાં રોકાણને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે. તેના કારણે કિંમતમાં સતત તેજી નોંધાઈ રહી છે.

ઘણી મોટી ઈકોનોમી કેન્દ્રીય બેંક વૈશ્વિક અનિશ્ચિતતાને જોતા ગોલ્ડમાં મોટી ખરીદદારી કરી રહી છે. ગોલ્ડમાં તેજીનું એક મોટું કારણ આઈએમએફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કુલ મળીને આર્થિક સુસ્તીના સંકેત આપ્યા છે.

તો ગોલ્ડમાં ઉછાળાની સાથે જ ભારતીય તેનો ફાયદો ઉઠાવવા માટે ઘરોમાં પડેલા સોનાને વેચી રહ્યા છે. ગત એખ વર્ષમાં જોઈએ તો સોનાની કિંમત 10થી 15 ટકા સુધી વધી છે. જાણકારોનું કહેવું છે કે આગામી કેટલાક સપ્તાહમાં સોનાની કિંમતોમાં વધુ તેજીની સંભાવના છે.

તો સોમવારે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. ચાંદીમાં 260 રૂપિયાની તેજી નોંધાઈ હતી. તેના કારણે તેની કિંમત 41960 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આગામી દિવસોમાં ચાંદીના બાવમાં પણ ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે.

Exit mobile version