Site icon hindi.revoi.in

ખુશખબર : સોના, ચાંદીમાં ફરી ખરીદી કરવાની તક, જાણો તેની કિમત

Social Share

આજે સોના, ચાંદીના ભાવ ફરી દબાણ હેઠળ છે, સોનું એમસીએક્સમાં 550 રૂપિયાથી વધુની કમજોરી સાથે કારોબાર કરી રહ્યું છે. એમસીએક્સ પરની કિંમત 52,364 પર આવી છે.

આજે સોનાની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.ગઈકાલે બંધ થયેલા 52,930 ની સરખામણીમાં આજે સોનું 10 ગ્રામ દીઠ 52,675 રૂપિયા પર ખુલ્યું છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર વધઘટ જોવા મળી રહી છે. ચાંદી ફરી એકવાર પ્રતિ કિલો 70 હજાર રૂપિયાથી નીચે આવી ગઈ છે. ચાંદીના ભાવમાં રૂ .2700 થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે ચાંદી રૂપિયા 4,324 ની મજબૂતી સાથે 71,077 ના સ્તરે બંધ રહ્યો હતો અને આજે ઘટાડા સાથે શરૂ થયો હતો, ચાંદી આજે રૂ. 70650 પર ખુલી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના-ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે.

_Devanshi

Exit mobile version