Site icon hindi.revoi.in

દેશમાં હજુ જીવિત છે ગોડસેની ઓલાદ,મને મારી શકે છે ગોળીઃ અસદુદ્દીન ઓવૈસી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

જમ્મુ-કાશમીરના મામલે વિપક્ષના નેતા મોદી સરકાર પર શાબ્દીક વાર કરી રહ્યા છે, AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારના રોજ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરીને જમ્મુ-કાશ્મીરમાં કરફ્યૂ લગાવવાના આરોપ લગાવ્યો છે, તેમણ કહ્યુ કે  “મને પણ કોઈ ગોડસેની ઓલાદ ગોળી મારી શકે છે, જે ગોડસેની એલાદ હશે તે આવું કરી શકે છે”

અસદુદ્દીન ઓવૈસી જમ્મુ-કાશ્મીરના મામલે ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે. બુધવારે જ્યારે તેમને સવાલ પુછવામાં આવ્યો કે “તમારા પર આરોપ લાગી રહ્યા છે કે તમારા ભાષણ પરથી પાકિસ્તાનને મદદ મળી રહી છે”  ત્યારે આ વાતનો વળતો જવાબ આપતા ઓવૈસી એ કહ્યું કે  “મને વિશ્વાસ છે કે એક દિવસ મને કી ગોળીથી મારી નાખશે,મને યકીન છે કે જે ગોડસેની ઓલાદ છે તે જ આ પ્રકારનું કૃત્ય કરશે અને ગોળી મારશે”  

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દેશમાં ગોડસેની ઓલાદ  હજુ જીવંત છે. તેમણે વધુમાં કહ્યું કે હું સાંસદ છું પણ મારે અરુણાચલ પ્રદેશ અથવા લક્ષદ્વીપ જવાની પરવાનગી લેવી પડે છે. શું હું આસામમાં જમીન ખરીદી શકું છું? તેમણે વધુમાં કહ્યું કે હું નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, આસામ અને હિમાચલ પ્રદેશના લોકોને કહું છું કે તમારા સાથે  પણ આજ બની શકે છે જે કાશ્મીર સાથે બન્યું છે.

તેમણે કહ્યું કે કાશ્મીરમાં આ સમયે કટોકટી જેવી પરિસ્થિતિઓ સર્જાયેલી જોવા મળે છે, ત્યા હાલમાં ફોન પણ ચાલુ નથી અને લોકોને બહાર નીકળવાની આઝાદી આપવામાં પણ નથી આવી રહી છે. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે “તે લોકો પોતે દેશ વિરોધી છે, જેઓ મને રાષ્ટ્ર વિરોધી કહી રહ્યા  છે. હૈદરાબાદના સાંસદે કહ્યું કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવું રાજદ્રોહ નથી, કાશ્મીરમાંથી કલમ 144 તાત્કાલિક કાહટાવી દેવી જોઈએ”.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ કલમ 144 લાગુ છે,જેના કારણે જ વિપક્ષના નેતા મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ને આરોપ લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાઁધીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કાશ્મીરની પરિસ્થિતી સુધારવાની માંગ કરી છે.

Exit mobile version