Site icon hindi.revoi.in

MP: ગ્વાલિયરમાં હિંદુ મહાસભાએ ઉજવ્યો નાથૂરામ ગોડસેનો જન્મદિવસ, હંગામો

Social Share

નવી દિલ્હી : વિખ્યાત અભિનેતા અને મક્કલ નીધિ મૈયમ પાર્ટીના સંસ્થાપક કમલ હસને મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને આઝાદ ભારતનો પહેલો હિંદુ આતંકવાદી ગણાવ્યા બાદ શરૂ થયેલી બબાલ થંભવાનું નામ લઈ રહી નથી. કમલ હસનની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા ભાજપના ભોપાલ બેઠક પરથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. તેને લઈને બાદમાં સાધ્વીએ માફી માગી હતી. જો કે કોંગ્રેસશાસિત મધ્યપ્રદેશના મહત્વના શહેર ગ્વાલિયરના દૌલતગંજ વિસ્તારમાં આવેલા હિંદુ મહાસભાના કાર્યાલયમાં નાથૂરામ ગોડસેની જયંતીની ઉજવણી કરવાનો મામલો સામે આવ્યો છે અને તેને કારણે મોટો હોબાળો થયો છે.

રવિવારે લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં મધ્યપ્રદેશની આઠ લોકસભા બેઠકો પર મતદાન કરાયું છે. ત્યારે ગ્વાલિયરમાં હિંદુ મહાસભા દ્વારા 19મી મેના રોજ નાથૂરામ ગોડસેની જયંતીની ઉજવણી કરવામાં આવી છે. હિંદુ મહાસભાના સદસ્યોએ ગ્વાલિયરના હિંદુ મહાસભાના કાર્યાલયમાં નાથૂરામ ગોડસેની જયંતી મનાવી છે. તે વખતે સભાના સદસ્યોએ નાથૂરામ ગોડસેની તસવીરની આરતી અને એક સેમિનારનું પણ આયોજન કર્યું હતું. તેની સાથે હિંદુ મહાસભાના સદસ્યો દ્વારા લોકોને મિઠાઈ આપવામાં આવી અને નાથૂરામ ગોડસેની જયંતીની શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી.

હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રમાણે, નાથૂરામ ગોડસેની જયંતીના ઉપલક્ષ્યમાં 21 ગાયત્રી મંત્રોનો જાપ કરવામાં આવ્યો અને તેનો ઉદેશ્ય દેશની અંદર હાલની રાજનીતિમાં નેતાઓની મર્યાદાવિહીન થઈ રહેલી ભાષા શૈલીના ઉપયોગ કરવા પર રોક લગાવાય હતી. સભાના સદસ્યોએ આને લઈને ભગવાનને પ્રાર્થના કરી હતી. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું કહેવું છે કે 70 વર્ષમાં મને ક્યારેય આવો માહોલ જોવા મળ્યો નથી. જ્યાં રાજનેતા પોતાની ભાષાની મર્યાદાને સંપૂર્ણપણે ગુમાવી ચુક્યા છે. વિરોધ પક્ષ પહેલા પણ હતા અને વિપક્ષ આજે પણ છે.

તેમણે આગળ કહ્યુ છે કે જે પ્રકારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાથૂરામ ગોડસીની મૂર્તિને પાર્ટી કાર્યાલયમાંથી હટાવી દેવામાં આવી હતી, જો 15 નવેમ્બર સુધીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાથૂરામ ગોડસેની મૂર્તિને પાછી આપવામાં નહીં આવે, તો હિંદુ મહાસભાના તમામ કાર્યકર્તા વચનબદ્ધ થઈને તે સ્થાન પર ફરીથી મૂર્તિની પુનર્સ્થાપના કરશે. રાજકીય માહોલમાં હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું આ નિવેદન આગામી દિવસોમાં રાજકારણની ગરમીને વધારે તેવી શક્યતા છે.

Exit mobile version