Site icon hindi.revoi.in

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટિવ – તેઓ એસિમ્પટોમેટિક જોવા મળ્યા હતા

Social Share

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક અધિકારીઓ અને નેતાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે, ત્યારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના સંક્રમિત મળી આવ્યા છે, તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ એસિમ્પટોમેટિક જોવા મળ્યા હતા, એટલે કે તેમનામાં કોરોનાના કોી પણ લક્ષણો મળી આવ્યા નહોતો છત્તાં તેઓ કોરોનાગ્રસ્ત હતા, તેઓ હાલ હોમ આઈસોલેશન હેઠળ છે, આ બાબતે પોતે સીએમ સાવંત એ ટ્વિટર પર ટ્વિટ કરીને જણકારી આપી છે.

મુખ્યમંત્રી સાવંતએ ટ્વિટ કરીને કહ્યું છે કે, “હું તમામને જણાવવા માંગું છું, હું કોવિડ-19  પોઝિટિવ આવ્યો છું, હું એસિમ્પટમેટિક છું અને તેથી જ મેં હોમ આઈસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. હું ઘરેથી કાર્ય કરીને મારી ફરજો નિભાવવાનું ચાલુ રાખીશ. જેઓ મારા નજીકથી સંપર્કમાં આવ્યા છે, તેઓને જરૂરી સાવચેતી રાખવાની હું સલાહ આપીશ”.

સાહીન-

Exit mobile version