Site icon Revoi.in

ગિરિરાજસિંહે વસ્તી વધારાને ધર્મ સાથે સાંકળ્યો, કહ્યુ- ભારત સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય પશુપાલન પ્રધાન ગિરિરાજસિંહે ફરી એકવાર વસ્તી વધારાને ધર્મ સાથે જોડયો છે. ગિરિરાજસિંહે કહ્ય છે કે વસ્તી નિયંત્રણ પર ધાર્મિક અડચણ પણ એક કારણ છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે ભારત 1947ની તર્જ પર સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. ગિરિરાજસિંહે તમામ પક્ષોને વસ્તી નિયંત્રણ કાયદા માટે આગળ આવવા માટે કહ્યુ છે.

ગિરિરાજ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે હિંદુસ્તાનમાં વસ્તી વિસ્ફોટ અર્થવ્યવસ્થા સામાજિક સમરસતા અને સંસાધનનું સંતુલન બગાડી રહ્યો છે. વસ્તી નિયંત્રણ પર ધાર્મિક વ્યવધાન પણ એક કારણ છે, હિંદુસ્તાન 1947ની તર્જ પર સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને વસ્તી નિયંત્રણ કાયદા માટે આગળ આવવું પડશે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલો મોકો નથી કે જ્યારે ગિરિરાજ સિંહે વસ્તી વૃદ્ધિનો મુદ્દો ઉઠાવ્યો છે. તેના પહેલા પણ તેઓ આ મામલા પર ટ્વિટ કરી ચુક્યા છે. ગિરિરાજસિંહે આના પહેલા જાન્યુઆરી માસમાં ટ્વિટ કર્યું હતું, વધતી વસ્તી અને તેના અનુપાતમાં ઘટતા સંસાધનોને કેવી રીતે સહન કરી શકશે હિંદુસ્તાન?? વસ્તી વિસ્ફોટ દરેક દ્રષ્ટિકોણથી હિંદુસ્તાન માટે ખતરનાક.

જો કે આ ટ્વિટ બાદ બિહારમાં ભાજપના સાથીપક્ષ જેડીયુએ જ ગિરિરાજસિંહ પર સવાલ ઉઠાવ્યા હતા. જેડીયુના પ્રવક્તા સંજય સિંહે ગિરિરાજ સિંહના ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું હતું કે દેશની 130 કરોડ જનતાએ એનડીએના વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર વોટ કર્યો. વસ્તી વધારો વાસ્તવમાં એક સમસ્યા છે અને તેનું ધ્યાન સૌને છે. વસ્તી નિયંત્રણ માટે દરેક શક્ય કોશિશો કરવી જોઈએ, પરંતુ ગિરિરાજજી તમને કેન્દ્ર સરકારમાં જે વિભાગની જવાબદારી મળી છે, તેની ચિંતા કરવી જોઈએ.

યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2027માં ચીનને પાછળ રાખીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. આ રિપોર્ટ પ્રમાણે, સદીના આખર સુધીમાં દુનિયાની વસ્તી લગભગ 11 અબજ હશે. હાલમાં ભારતની વસ્તી લગભગ 1.36 અબજ અને ચીનની 1.42 અબજ છે. રિપોર્ટમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે 2050 સુધીમાં ભારત 164 કરોડ વસ્તીની સાથે ટોચ પર પહોંચી જશે.