- રામ મંદિરને મળી અનોખી ભેટ
- તમિલનાડુથી પદયાત્રા કરીને 613 કિલોનો બેલ લાવવામાં આવ્યો
- દુર સુધી ગુંજશે તેનો નાદ
દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરુ થયું છે ત્યારથી અનેક ભક્તો મંદિર માટે અવનવું દાન આપી રહ્યા છે,મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુંઓ મંદિર માટે કંઈકને કંઈક દાન કરી જ રહ્યા છે ત્યારે હાલ પણ આ શીલશીલો ચાલું જ છે,અત્યાર સુધી કરોડો રુપિયાનું દાન મંદિર માટે આવી ચૂક્યું છે,રામ મંદિરના નિર્માણને લઈને આવનારા ભવિષ્યમાં આ સ્થાને ભક્તોનો ભારે જમાવડો થશે તે વાત તો ચાક્કસ.
વર્ષોથી શ્રધ્ધાળુંઓ આ રામ મંદિકના નિર્માણની રાહ જોઈ રહ્યા હતા અને છેવટે તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો, ત્યારે આજરોજ બુધવારે દેશના રાજ્ય તામિલનાડુથી 613 કિલો વજન ઘરાવતો બેલ અયોધ્યા નગરીમાં લાવવામાં આવ્યો હતો, આ બેલ રામલલાને ભેટરુપે આપવામાં આવ્યો છે, આટલા વજનદાર બેલનો નાદ દુર દુર સુધી ગુંજશે, રામમંદિરને આ ખાસ બેલ લીગલ રાઈટ કાઉન્સીલ તરફથી સોગાતમાં આવપામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરના રામેશ્વરમથી પ્રસ્થાન પામેલી 18 યાત્રીઓ સાથેની રામ રથયાત્રા 21 દિવસમાં 10 રાજ્યોમાંથી પસાર થઈને બુધવારના રોજ અયોધ્યા રામ નગરી ખાતે આવી પહોંચી હતી આયોજિત થઈ ગઈ છેશ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં પૂજન બાદ તમિલનાડુની મહિલા રાજલક્ષ્મી માંડા એ રામ મંદિર ટ્રસ્ટને ક મોટો બેલ આપ્યો છે, આ ભેટ પ્રસંગે નગરપાલિકા સાંસદ, મહાપૌર, શ્રી રામ જન્મભમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાશ્ચિવ ચંપલ રાય સહિત અનેક લોકો હાજર રહ્યા છે.
સાહીન–