Site icon Revoi.in

બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા, બાબુલ સુપ્રિયોની ગાડી પર હુમલો, સમર્થકો પર થયો લાઠીચાર્જ

Social Share

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે આજે દેશની 72 સીટ્સ પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળની 8 સીટો પર પણ સવારે જ મતદાન શરૂ થયું. અહીંયા એકવાર ફરી મતદાન દરમિયાન હિંસા થઈ છે. આસનસોલમાં ટીએમસી અને બીજેપી સમર્થકો આમને-સામને આવી ગયા હતા, જે પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. અહીંયા પોલિંગ બૂથની અંદર બીજેપી નેતા બાબુલ સુપ્રિયો પણ કેટલાક લોકો સાથે ઝઘડી રહેલા જોવા મળ્યા.

બાબુલ સુપ્રિયોની ગાડી પર થયો હુમલો.

આ દરમિયાન ઘણા વિસ્તારોમાંથી ઇવીએમમાં ગરબડના સમાચાર મળી રહ્યા છે. જ્યારે શાંતિપુરમાં એક વોટરના ઘરની સામે દેશી બોમ્બ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાના તબક્કાઓમાં બંગાળમાં આ પ્રકારની હિંસાના સમાચાર આવતા રહે છે. એટલું જ નહીં, બીરભૂમ વિસ્તારમાં કેટલાક લોકો ઇવીએમ લઇને જ ભાગી ગયા છે. હકીકતમાં કેટલાક બૂથ પર કેન્દ્રીય ફોર્સ તહેનાત નહોતી, જે પછી બીજેપી કાર્યકર્તાઓએ હોબાળો કર્યો.

આસનસોલમાં બીજેપી કાર્યકર્તા કેન્દ્રીય ફોર્સની તહેનાતીની માંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેમણે મતદાન પણ અટકાવી દીધું. આ દરમિયાન ટીએમસ સમર્થકો ત્યાં આવ્યા અને બંને પક્ષોની વચ્ચે ઝપાઝપી થઈ ગઈ, ત્યારે પોલીસે બંને પર લાઠીચાર્જ કર્યો.

બંગાળના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે. બીજેપી બંગાળમાં કાયદા વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણીના મુદ્દે ચૂંટણીપંચ જઈ રહી છે. આ ઉપરાંત બીજેપીનો આરોપ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, જેને લઈને ECમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.

બંગાળના આસનસોલમાં આજે મતદાન થઈ રહ્યું છે. અહીંયા વહેલી સવારના હિંસાની ખબરો છે. બીજેપી અને ટીએમસી સમર્થકો અહીંયા સામસામે આવી ગયા અને નારાબાજી કરવા લાગ્યા. આસનસોલ લોકસભાની પાંડાબેશ્વર વિધાનસભામાં આ હિંસા થઈ રહી છે. ભાજપ કાર્યકર્તાઓ અહીંયા સતત નારેબાજી કરી રહ્યા છે, જેના પર સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કરી દીધો છે. અહીંયા બાબુલ સુપ્રિયો પણ મીડિયાની સામે જ ઝઘડો કરતા જોવા મળ્યા. અહીંયા બાબુલ સુપ્રિયોની ગાડીનો કાચ પણ તોડવામાં આવ્યો છે.

બાબુલ સુપ્રિયોનું કહેવું છે કે તે પોતે સેન્ટ્રલ ફોર્સને બૂથ પર લઈને જશે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી ડરેલી છે. આ જ કારણ છે કે મતદાનને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં આસનસોલમાં ઘણા એવા બૂથ છે જ્યાં સેન્ટ્રલ ફોર્સની તહેનાતી નથી. તેમાં બૂથ નંબર 103, 104, 106 અને 107 સહિત ઘણા બૂથ સામેલ છે. જણાવવામાં એમપણ આવી રહ્યું છેકે પહોલા અહીંયા સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી, પરંતુ રાતોરાત મહિલા પોલીસને ડ્યૂટી પર લગાવી દેવામાં આવી. પશ્ચિમ બંગાળમાં હોબાળાનો આ મુદ્દો બીજેપી ચૂંટણીપંચ સમક્ષ ઉઠાવશે. પાર્ટીનું એક ડેલિગેશન આજે દિલ્હીમાં ચૂંટણીપંચ જશે અને બંગાળની સ્થિતિ પર પોતાની માંગ જણાવશે.

ઉલ્લેખનીય છે કે આસનસોલમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો મેદાનમાં છે, તેમનો મુકાબલો ટીએમસીની મુનમુન સેન સાથે છે.