Site icon hindi.revoi.in

PM મોદીએ આપ્યો મત, કહ્યું- ‘આતંકનું હથિયાર IED છે, લોકશાહીની શક્તિ વોટર ID છે’

Social Share

ભારતમાં આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પોતાનો મત આપવા માટે અમદાવાદ પહોંચ્યા છે. વડાપ્રધાને આજે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન હાયર સેકન્ડરી સ્કૂલના પોલિંગ બૂથ પરથી વોટિંગ કર્યું. તેમની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા. નાણામંત્રી અરૂણ જેટલીએ પણ અમદાવાદના પોલિંગ બૂથથી પોતાનો વોટ આપ્યો. ઉલ્લેખનીય છે કે જેટલી ગુજરાત રાજ્યસભાના સાંસદ છે.

વોટિંગ કર્યા પછી મીડિયા સામે મોદી

રાણીપના પોલિંગ બૂથ પર વોટિંગ કર્યા પછી પીએમ મોદીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, હું નસીબદાર છું કે મને પણ મારા હોમ સ્ટેટ ગુજરાતમાં દેશ પ્રત્યેની મારી ફરજ નિભાવવાની તક મળી. જેમ કુંભમાં ગંગામાં ડુબકી મારીને તમને પવિત્રતાનો અનુભવ થાય છે, તે જ રીતે લોકશાહીના આ મહાઉત્સવમાં મત આપીને શુદ્ધતાનો અનુભવ થાય છે.

નાણામંત્રી જેટલીએ અમદાવાદથી કર્યું વોટિંગ

મોદીએ કહ્યું કે, આતંકનું હથિયાર IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) છે, જ્યારે લોકશાહીનું હથિયાર વોટર ID છે. હું દ્રઢપણે કહી શકું છું કે, IED કરતા વોટર ID અનેકગણું વધારે શક્તિશાળી છે. માટે આપણા આપણા વોટર IDની શક્તિને સમજવી જોઈએ.

વોટિંગ પહેલા મોદીએ માતાને પગે લાગીને આશીર્વાદ લીધા.

ગુજરાતમાં વોટિંગ કરવા માટે જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં માતા હીરાબાને મળવા પહોંચ્યા. તેમણે માતા હીરાબાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન માએ તેમનું મોઢું મીઠું કરાવ્યું અને આશીર્વાદ તરીકે ચૂંદડી પણ આપી.

Exit mobile version