Site icon hindi.revoi.in

લોકસભા ચૂંટણી 2019: મોરાદાબાદમાં ચૂંટણી અધિકારીએ સપાને વોટ કરવા કહ્યું, BJP સમર્થકોએ માર્યો

Social Share

મોરાદાબાદ (UP): લોકસભા ચૂંટણી માટે આજે 15 રાજ્યોની 117 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કામાં યુપીની 10, ગુજરાતની તમામ 26, બિહારની 5 અને કેરળની તમામ 20 બેઠકો પર મત પડી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આજે મુલાયમસિંહની પરંપરાગત સીટ મેનપુરી, ધર્મેન્દ્ર રાવતની સીટ બદાયું, પીલીભીતમાં વોટિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત, ફિરોઝાબાદમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે, જ્યાં કાકા શિવપાલ યાદવની સામે સપા ઉમેદવાર અક્ષય યાદવ લડી રહ્યા છે.

આજે મતદાન દરમિયાન ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં બીજેપી કાર્યકર્તાઓએ એક ચૂંટણી અધિકારીની ધોલાઈ કરી દીધી. અધિકારી પર આરોપ છે કે તે વોટિંગ દરમિયાન મતદાતાઓને સપાના સાયકલના નિશાન પર બટન દબાવવા માટે કહી રહ્યો હતો. આ સીટ પર સપાએ એસટી હસનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસથી ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડી રહ્યા છે. બીજેપીના કુંવર સર્વેશસિંહ મેદાનમાં છે જેમણે 2014માં અહીંયાથી ચૂંટણી જીતી હતી.

Exit mobile version