Site icon hindi.revoi.in

ચીફ જનરલ રાવતે ચીન સામે કરી લાલ આંખ- કહ્યું, ‘જો ચીન વાતાઘાટમાં ન સમજે તો જંગની તૈયારી’-

Social Share

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વકર્યો છે, તે સાથે જ લદ્દાખમાં ચાલી રહેલા ચીન સેનાના કાવતરા બબાતે ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવતે જણઆવ્યું હતું કે આપણે ચીન સાથે શાંતિપૂર્વક વાતાધાટ કરી રહ્યા છે , પરંતુ જો સમગ્ર વાતાધાટ બાદ પણ ચીન નહી માને તો આપણે ચીન સાથે જંગ કરી લેવાની સંપૂર્ણ તૈયારીમાં છે,તેમણે વધુંમાં કહ્યું કે, ચીન એ કેટલીક ભારતીય સીમામાં કરેલી ઘુસણખોરી સામે લશ્કરી પગલાં લેવાનો આપણા પાસે વિકલ્પ છે.આ સમગ્ર બાબત જનરલ બિપિન રાવતે એક સમાચાર પત્રમાં આપેલા બયાનમાં જણાવી હતી.

તેમણે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે, હાલ આપણે લદ્દાખમાં શઆંતિ જળવાઈ રહે તે દિશામાં તૈયારી કરી રહ્યા છે ,આ બાબતે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના તમામ સંરક્ષણ નિષ્ણાતો લદ્દાખમાં પહેલા જેવી શઆંતિ અને સ્થિતિ રહે તેમ ઈચ્છી રહ્યા છે માટે એ દિશામાં આપણે પગલા લઈ રહ્યા છે.

આ સમગ્ર બાબતે તેઓએ ચીન સામે લાલ આંખ કરતા કહ્યું કે,આપણે શાંતિ પૂર્વક નિવારણ લાવવા માંગીએ છીએ પરંતુ તેનો અર્થ એ બિલકુલ પણ નથી કે, આપણી સેના ચુપ છે, નોર્થ લદ્દાખના વિસ્તારોમાં ભારતીય સેના ખડે પગે છે, આ સાથે જ લાઇન ઑફ કન્ટ્રોલમાં થતા અતિક્રમણને જુદા-જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યા છે.સતત સેનાની નજર ચીન પર છે.

સામાન્ય રીતે સેનાનું કાર્ય સીમા પર ઘુસણખોરી કરતા લોકો પર બાજ નજર રાખવાનું છે,અને જો ઘર્ષણ થાય તો સેના તેને વળતો જવાબ આપીને પ્રહાર પણ કરી શકે છે પરંતુ આપણી પ્રાથમિકતા શાંતિથી આ બબાતનું નિવારણ લાવવાની છે, જે બાબત શાંતિથી પાર પડતી હોય તો તે માટે શસ્ત્રો ન ઉઠાવવા જોઈએ, જો કે સેનાની સમગ્ર તૈયારી હોય જ છે કે જરુર પડે ત્યારે શું પગલા લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી લદ્દાખ સીમા બાબતે ઘર્ષણ ચાલી રહ્યું છે ,ભારત દ્વારા ચીનને સતત સમજાવાના પ્રયત્નો  કરવામાં આવી રહ્યા છે છત્તાં પણ ચીન ભારતીય સીમામાં પોતાની સેનાને ઘુસણખોરી કરાવીને કેટલાક વિસ્તારોમાં પોતાનો હક્ક હોવાના દાવા કરી રહ્યું છે, ચીન એકબાજુ શાંતિની વાતો કરે છે પરંતુ બીજી તરફ તેઓ ભારતની સીમાઓ પર ઘુસણખોરી કરીને દુશ્મનાવટનું વલણ અપવાની રહ્યું છે. કેટલાક નિષ્ણાંતોનું આ બાબતે કહેવું છે કે, ચીન આ બધુ એટલા માટે કરી રહ્યું છે કે કોરોના બાબતે તે સમગ્ર વિશ્વની નજર પોતોના પરથી હટાવી શકે.

સાહીન-

Exit mobile version