Site icon hindi.revoi.in

PoKને ભારતમાં ભેળવવા પર બોલ્યા આર્મી ચીફ, એક્શન માટે સેના છે તૈયાર

Social Share

પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહના નિવેદન બાદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટી ટીપ્પણી કરી છે. જનરલ રાવતે કહ્યુ છે કે આવા મામલામાં નિર્ણય સરકારે કરવાનો હોય છે. દેશની સંસ્થાઓ સરકારના આદેશો મુજબ કામ કરે છે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે સેના કોઈપણ આદેશ અને અભિયાન માટે હંમેશા તૈયાર છે.

જિતેન્દ્રસિંહે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે આગામી એજન્ડા પીઓકેને ફરીથી પ્રાપ્ત કરવાનો છે. મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસોની સૌથી મોટી સિદ્ધિઓ પર વાત કરતા તેમણે કહ્ય હતુ કે અમારો આગામી એજન્ડા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે.

જિતેન્દ્ર સિંહે કહ્યુ હતુ કે આ માત્ર મારો અથવા મારી પાર્ટીનો સંકલ્પ નથી, પરંતુ આ 1994માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વવાળી તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી પારીત સંકલ્પ છે. આ એક સ્વીકાર્ય વલણ છે.

અનુચ્છેદ – 370ની મોટાભાગની જોગવાઈ સમાપ્ત કરવા પર પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચારના અભિયાન પર જિતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે વિશ્વનુંવલણ ભારતને અનુકૂળ છે. તેમણે કહ્યુ છે કે કેટલાક દેશ જે ભારતના વલણથી સંમત ન હતા, હવે તે આપણા વલણ સાથે સંમત છે.

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પીઓકે પર સરકાર જેવો નિર્ણય કરશે સંસ્થાઓ તેમના પ્રમાણે કામ કરશે. સેનાની તૈયારીના સવાલ પર તેમણે કહ્યુ છે કે સેના સરકારના કોઈપણ અભિયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Exit mobile version