Site icon Revoi.in

પૂર્વ દિલ્હી બેઠક પરથી ગૌતમ ગંભીર ભાજપના ઉમેદવાર, કહ્યું- પીએમ મોદી મારા આદર્શ

Social Share

નવી દિલ્હી: ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી નામાંકન દાખલ કરશે. પોતાના નામાંકન પહેલા ગૌતમ ગંભીરે કહ્યુ છે કે ક્રિકેટમાં મારો કોઈ આઈડલ  નથી, પરંતુ રાજકારણમાં મારા આઈડલ વડાપ્રધાન નરેન્દ્ર મદી છે.

ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીમાં રોડ શૉનો પણ પ્રારંભ કર્યો છે. આના પહેલા તેમણે પોતાના નિવાસસ્થાને હવન કર્યો હતો. તે વખતે તેમન પત્ની, માતા અને પિતા પણ હાજર હતા.

પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને અહીંના હાલના સાંસદ મહેશ ગિરીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. ભાજપના સાંસદ મહેશ ગિરીએ લખ્યું છે કે પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને હું મોતી શુભકામનાઓ અર્પિત કરી રહ્યો છું. મને પુરી આશા છે કે તેમના નેતૃત્વમાં અમે ફરીથી પૂર્વ દિલ્હીની બેઠક પરથી વિજય પ્રાપ્ત કરીશું અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં યોગદાન આપીશું.

મહેશ ગિરીના આ ટ્વિટ પર ગૌતમ ગંભીરે તેમનો આભાર માન્યો હતો. ગંભીરે ટ્વિટ કરીને લખ્યુ છે કે તમારા આભાર સર, તમારા નેતૃત્વ અને સમર્થનની જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે ગૌતમ ગંભીરે રોડ શૉ દરમિયાન કહ્યુ છે કે હું હકીકતમાં દેશ માટે કંઈક કરવા માગું છું અને ગત પાંચ વર્ષોમાં આપણા પીએમએ જે કંઈ પણ કર્યું છે, હું તે વારસાને આગળ લઈ જવા ચાહું છું.

મહત્વપૂર્ણ છે કે ભાજપે ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. તેમના સિવાય નવી દિલ્હીથી ભાજપના સાંસદ મિનાક્ષી લેખીને પણ ભાજપે ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. રવિવારે ભાજપે ચાર ઉમેદવારોના નામું એલાન કર્યું હતું. અત્યાર સુધીમાં ભાજપે દિલ્હીની છ બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.