- રાજધાનીમાં કોરોનાનો કહેર વકર્યો
- આજથી દિલ્હીથી નોઈડા જતા લોકોનું થશે કોરોના પરિક્ષણ
- દિલ્હી તંત્ર બન્યું એલર્ટ
- કોરોના વકરતા હવે અહી આવતા લોકોનું ફરીથી પરિક્ષણ શરુ થશે
દિલ્હી-: સમગ્ર દેશમાં તહેવારો બાદગ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે જેમાં દેશની રાજધાની દિલ્હી મોખરે છે, દિલ્હીમાં સતત કોરોનાનું સંક્રમણ ફેલી રહ્યું છે, કોરોનાના કારણે મૃત્યુઆકં પણ વધેલો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જિલ્લામાં કોરોનાવા ,સંક્રમણ ફેલાતા તેને અંકુશમાં લાવવા માટે એક ઓનલાઇન બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ એલવાયએ અધિકારીઓ સાથે કોરોના સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લઈને, દિલ્હીથી નોએડા આવતા લોકોનું રેન્ડમ નમૂના લેવાનું નક્કી કરાયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે આરોગ્ય વિભાગના અધિકારીઓને ડી.એન.ડી. અને ચિલ્લા બોર્ડર પરથી આવતા લોકોના રેન્ડમ નમૂના લઇ એન્ટિજેન ટેસ્ટ કરવા બાબતે સૂચના આપી છે. આ કામગીરીમાં પોલીસનો સહયોગ પ્રાપ્ત કરવા અંગેના નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
લોકડાઉન બાદ લોકોને મળેલી છૂટથી કોરોનાનું સંક્રણ હવે વધતું જોવા મળે છે.લોકડાઉનમાં છૂટ મળી છે જો કે હજુ કોરોનાનું જોખમ ટળ્યું નથી. દિલ્હીમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ દિલ્હીની બાજુના વિસ્તારો અને કન્ટેન્ટ ઝોનમાં પણ તકેદારી વધારી છે.
દિલ્હીમાં પ્રદુષણ અને ઠંડીને કારણે કોરોનાના શંકાસ્પદની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ જોતા વહીવટીતંત્રે કોરોનાની તપાસ પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. કોરોનાને અટકાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.
સાહીન-