- સબરીમાલા મંદિર શનિવારથી શ્રધ્ધાળુંઓ માટે ખુલ્યું
- કોરોના નેગેટિવ લોકો જ કરી શકશે દર્શન
- 10 થી 60 વર્ષની આયુ ધરાવતાને મળશે પરવાનગી
- ઓનલાઈન બુકિંગની વ્યવ્સ્થા કરવામાં આવી
- રોજ માત્ર 250 લોકો જ દર્શન કરી શકશે
સમગ્ર દેશમાં લોકડાઉન બાદ અનલોક 5માં અનેક ધાર્મિક સ્થળો ખોલવાની મંજુરી મળી ચૂકી છે ત્યારે હવે કેરલમાં આવેલું સુપ્રસિદ્ધ અયપ્પા મંદિરને શનિવારના રોજ સવારે શ્રધ્ધાળુંઓ માટે ખોલવામાં આવ્યું છે, આ સાથે જ કેટલાક શ્રધ્ધાળુંઓએ દર્શન પણ કર્યા હતા, જો કે અહી આવતા લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવાનો ફરજીયાત રહેશે.
આ પહેલા શુક્રવારે સાંજે મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ ભક્તોને શનિવારે મલયાલી મહિનાના ‘તુલમ’ ના પહેલા જ દિવસથી મંદિરની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી છે.
મંદિરમાં પ્રવેશને લઈને જારી કરવામાં આવેલા દિશા નિર્દેશ આ પ્રમાણે છે
- શ્રધ્ધાળુંઓ 21 ઓક્ટોબર સુધી પુજા અર્ચના કરી શકશે.
- જે કોઈ પણ દર્શનાર્થીઓ પાસે કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ નહી હોય તેમણે નિલક્કલમાં રેપિડ એન્ટિજન તપાસ કરાવવાની રહેશે.
- સમગ્ર મંદિરનું સંચાલન કરનારા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મંદિરને રોજ સવારે 5 વાગે ખોલવામાં આવશે
- શનિવારના રોજ અહીં દર્શન કરવા માટે ડિજીટલ માધ્યમથી કુલ 246 લોકોએ બુકિંગ કરાવ્યું હતું.
- દરોજ અહી માત્ર 250 લોકોને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
- દર્શન કરવા માટે ખાસ ઉમર પણ નક્કી કરવામાં આવી છે જેમાં 10 વર્ષથી લઈને 60 વર્ષના લોકોને મંદિરમાં દર્શન કરવા દેવામાં આવશે.
- જેમા પણ એવાલોકોને જ મંજુરી મળશે કે જેઓ પહાડી સ્થિતિ મંદિર સુધી પહોંચવા માટે સક્ષમ અને શરીરથી તંદુરસ્ત હશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં 25 માર્ચથી શરુ કરવામાં આવેલા લોકડાઉન પછી પ્રથમ વખત સબરીમાલા મંદિરમાં શ્રધ્ધાળુંઓને આવવા માટે પરવાનગી આપવામાં આવી છે
સાહીન-