- સરકારનો મહત્વનો નિર્ણય
- પીજી મેડિકલના વિદ્યાર્થીઓ 3 મહિના સુધી દર્દીની સેવા કરશે
- ડોક્ટરોની અછત પૂર્ણ કરવા માટે સરકારે લીધો આ નિર્ણય
- થીયેરી અભ્યાસની સાથે સાથએ પ્રેક્ટિલ અભ્યાસલ કરવો પડશે
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે દર્દીઓને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણમાં ડોક્ટરોની અછત પણ વર્તાઈ રહી છે,ત્યારે હવે એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા તમામા મેડિકલના વિદ્યાર્થીઓ એ હવેથી અભ્યાસની સાથએ-સાથે જીલ્લાની હોસ્પિટલોમાં 3 મહિના સુધી દર્દીઓની સેવામાં જોડાવવું ફરજિયાત રહશે.
તમામ વિદ્યાર્થીઓ આ 3 મહિનાના પ્રેક્ટિકલ ટાસ્કને પુરો કર્યા બાદ જ છેલ્લા વર્ષની પરિક્ષા આપી શકશે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ગર્વનેન્સએ આ નિર્ણય લેતા સ્વાસ્થ્ય મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેને પહવે મંજુરી મળી ચૂકી છે.
મંત્રાલયના નવા આદેશ પ્રમાણે, શૈક્ષણિક વર્ષ 2020-21થી આ નવા નિયમો અમલમાં મૂકાશે, આ નિયમો પ્રમાણે એમડી અથવા તો એમએસ કરનારા તમામ અનુસ્નાતક વિદ્યાર્થીઓ 3 મહિના સુધી જીલ્લાની હોસ્પિટલો અથવા તો જીલ્લા સ્વાસ્થ કેન્દ્રમાં પોતાની સેવા આપશે, અભ્યાસના ત્રીજા,ચોથા અને 5મા સેમેસ્ટરમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે જેને જીલ્લા રેજીડેન્સી કાર્યક્રમ અટલે કે ડીઆરપી નામ આપવામાં આવેયું છે
આ સાથે જ તાલીમ લઈ રહેલા અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીને ‘જિલ્લા રેજીડેન્ટ’ નામથી ઓળખવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોકટરોની અછત દૂર કરવા આ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ તમામ મેડિકલ કોલેજો માટે હવે આ નિયમો ફરજિયાત રહેશે.
આ નવા ફેરફાર અંતર્ગત જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત થયા પછી મેડિકલ વિદ્યાર્થીઓને તાલીમ માટે વરિષ્ઠ ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. ઓપીડી, ઇમર્જન્સી, આઈપીડી ઉપરાંત વિદ્યાર્થીએ રાત્રે ડ્યુટી કરવાની રહેશે. આ રોટેશન અંગે તબીબી વિદ્યાર્થીઓની સૂચિ પણ સંબંધિત જિલ્લા હોસ્પિટલને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેઓને જાણકારી રહે કે, નવા રોટેશન અંતર્ગત ક્યા-ક્યા વિદ્યાર્થીઓ તેમની હોસેપ્ટલોમાં સેવા આપનાર છે.
સાહીન-