Site icon hindi.revoi.in

જમ્મુ-કાશમીરમાંથી 370 હટતા જ પાકિસ્તાનમાં “ગ્રેટર કરાચી”ની માંગ

Social Share

અનુચ્છેદ 370ના નિયમોની સમાપ્તીથી પાકિસ્તાન બોખલાય ગયુ છે,ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં અંદોરો અંદર ગ્રેટર કરાચીની માંગ ઉઠવા પામી છે. અમેરિકામાં સ્થળાંતર કરનારા મોહાઝિરોનું પ્રતિનિધિત્વ કરનારા એક જૂથે સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાનની અંદર એક સ્વાયત્ત ગ્રેટર કરાચીની રચના થવી જોઈએ . આ જૂથ, તમામ જાતિ સંસ્થાઓ અને પ્રદેશો કે જે પાકિસ્તાનના પ્રદેશનો ભાગ છે, માટે સંપૂર્ણ  સ્વાયત્તતા માંગે છે.

મોહાઝિર નેતા અને વોઈસ ઓફ કરાચીના અધ્યક્ષ નદીમ નુસરતે કહ્યું કે પાકિસ્તાન પાસે કાશમીરી લોકો તરફથી બોલવાના કોઈજ નૈતિક અધિકાર નથી,ઉપરાંત તેઓ પોતાના નાગરિકોને તે અધિકારોથી પણ વંચિત રાખે છે,તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન જ્યા સુધી તેમના મોહાઝિર,બલોચ,પશ્તૂનો અને હજારો નાગરીકોને સમાન અધિકાર નહી આપે ત્યા સુધી તેમને કાશમીરીઓ વતી બાલવાનો કોઈ જ અધિકાર નથી.

ભારતે કાશમીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પોછો ખેચ્યો તેટલામાં જ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે,અને તેમના વિદેશ મંત્રાલયે આ નિર્ણની નિંદા કરી અને તેમને સંયૂક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલધ્ધં કહ્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારના રોજ એક જાહેરાત કરતા કહ્યું કે પાકિસ્તાન અવૈધ પગલા સામે ટક્કર આપવા દરેક સંભવીત વિકલ્પોનો ઉપયોગ કરશે, ત્યારે પાક વિદેશ સચિવે ભારતના ઉચ્ચ અધિકારી અજય બિસારીયાને સમન પણ મોકલાવ્યું છે , સમન રાજ્યસભામાં 370ના જે ખાસ અધિકાર હતા જેને હટાવવામાં વ્યા છે તે વાતને લઈને મોકલવામાં આવ્યું છે.

 નદીમ નુસરત જે પોતે અમેરીકામાં રહે છે,તેમણે વધુમાં જણાવ્યું છે કે “પાકિસ્તાન પાસે કોઈ પણ વિસ્તાર કે આંતરરાષ્ટ્રીય મંચ પર કાશમીરી લોકો માટે બોલવાનો કોઈ પણ પ્રકારનો દરજ્જો નથી  અને જો તે પોતાના નાગરિકોને જ પોતાના હક્કથી વંચીત રાખે છે ,તેમણે પૂછ્યુ કે તમે કાશમીર માટે લોકમતની માંગણી કરી રહ્યા છે પમ શું તમે પોતાના અસંતૂષ્ટ વંશીય લઘુમતીને તે હક્ક કે દરજ્જો આપો છો?  ” 

તેમણે કહ્યું, ‘દાયકાઓથી પાકિસ્તાની પ્રધાનો કાશ્મીરી અલગાવવાદી નેતાઓ સાથે વિદેશમાં જાહેરમાં મીટિંગો કરી રહ્યા છે. તો પછી મોહાઝિરો, બ્લોચ અને અન્ય સતાવેલા વંશીય અથવા ધાર્મિક લઘુમતીઓના પ્રતિનિધિઓ સાથે ભારતીય મંત્રીઓની બેઠકો અંગે પાકિસ્તાન કેવી પ્રતિક્રિયા આપી શકે? ‘ નુસરતે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પુનર્ગઠનની માંગના પ્રયત્નોને વધુ સક્રિય કરવામાં આવશે.

ત્યારે જાણવા મળતી માહિતકી મુજબ 370 હટાવવા પર કાશમીરમાં શાંતિ જોવા મળી છે.ત્યા કોઈ પણ પ્રકારના આંદોલન કરવામાં નથી આવ્યા ઉપરાંત જરુરી કામો માટે લોકો જનજીવનમાં જોતરાય ગયા છે રાબેદા મુજબ જનજીવન શરુ થઈ ચુક્યું છે

Exit mobile version