Site icon hindi.revoi.in

બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની જાહેરહિતની અરજી, સુપ્રીમ કોર્ટ શુક્રવારે કરશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકીલ એમ. એલ. શર્માએ આ અરજી દ્વારા બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની માગણી પોતાના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં કરી છે.

આ જાહેરહિતની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવશે. વકીલ એમ. એલ. શર્માએ આ અરજીમાં પણ ઈવીએમમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે.

અરજદાર દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચને એ અધિકાર નથી કે તેઓ ઈવીએમ દ્વારા ચૂંટણી કરાવે. અરજદારની દલીલ છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ પ્રમાણે પણ ચૂંટણી પંચ માત્ર બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી કરાવી શકે છે.

Exit mobile version