Site icon hindi.revoi.in

કોલકત્તા પોલીસે ચાર શકમંદોની કરી ધરપકડ, આઈએસઆઈએસના આતંકી હોવાનો દાવો

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં મચેલા રાજકીય હંગામા અને હિંસાના તબક્કા વચ્ચે અહીંથી ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કોલકત્તામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ શકમંદોમાં ત્રણ બાંગ્લાદેસી મૂળના છે અને એક શકમંદ ભારતીય છે. કોલકત્તા એસટીએફનો દાવો છે કે એરેસ્ટ કરાયેલા ચારેય શકમંદોનો સંબંધ આઈએસઆઈએસ સાથે છે. તેની સાથે આ તમામ બાંગ્લાદેશના જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ સંબંધ ધરાવે છે.

કોલકત્તા પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સે સીલદા રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચારેય શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક ફોન, જેમાં ઘણાં પ્રકારની તસવીરો, વીડિયો, જેહાદી ટેક્સ્ટ, જેહાદ સાથે જોડાયેલા પુસ્તકો પણ મળી આવ્યા છે. મોહમ્મદ ઝિયાઉર રહમાન, મમૂર રાશિદ નામના બે બાંગ્લાદેશી નાગરિકો છે અને તેમને પણ મોડી રાત્રે જ એરેસ્ટ કરવામાં આવ્યા છે.

મોહમ્મદ ઝિયાઉર રહમાન ઉર્ફ મોહસિન ઉર્ફ ઝાહિર અબ્બાસ, નવાબગંજ, બાંગ્લાદેશ

મોમુનર રાશિદ, 33 વર્ષ, રંગપુર, બાંગ્લાદેશ

તેના સિવાય તેમના જ બે સાથીદારોને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમને હાવડા રેલવે સ્ટેશનથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ લોકો પાસેથી ઈસ્લામિક લિટરેચર પણ હતું.

હાવડાથી ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ સહીન આલમ ઉર્ફે અલામિન, રાજસહી બાંગ્લાદેશનો વતની છે. જ્યારે રોબિઉલ ઈસ્લામ પશ્ચિમ બંગાળના બીરભૂમનો વતની છે.

ત્રણેય એરેસ્ટ થયેલા બાંગ્લાદેશીઓએ ભારતમાં શરણ લીધેલું હતું અને અહીં પણ પોતાના સંગઠનનો પ્રભાવ વધારી રહ્યા હતા. જ્યારે ધરપકડ કરાયેલા ભારતીય નાગરિક દ્વારા આ લોકોના મનસૂબાને સફળ બનાવાઈ રહ્યા હતા. આ સિવાય તેઓ સતત સોશયલ મીડિયા પર પોતાના એજન્ડાને ફેલાવી રહ્યા હતા. તેના પ્રમાણે ડિજિટલ ડોક્યુમેન્ટ્સ, વીડિયો અને ઓડિયો વાયરલ થઈ ગયા હતા.

મહત્વપૂર્ણ છે કે પહેલા પણ બંગાળમાં આવા ઘણાં મામલા સામે આવ્યા છે, જ્યાં શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમા મોટાભાગના મામલા બીરભૂમથી જ સામે આવ્યા હતા.

Exit mobile version