Site icon Revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા

Social Share

ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારતના સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે, 83 વર્ષના પ્રણવ મુખર્જી વર્ષ 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચુક્યા છે, તેમના પાંચ દશક લાંબા રાજકારણના કરિયરમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓને ખુબજ સારી રીતે પાર પાડી હતી.

પ્રણવ મુખર્જી કોંગ્રેસના કેટલાક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચુક્યા છે, તેઓ ઈન્દિરા ગાંધી,રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની નેતૃત્વ ધરાવનારી સરકારોનો હીસ્સો હતા ,તેમના સિવાય સ્વર્ગીય અસમિયા ગાયક ભૂપેન હજારીકા અને દિગ્ગજ સામાજીક કાર્યકર્તા નાનાજી દેશમુખને મરણોપરાંત ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા.