Site icon hindi.revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Social Share

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ કોઈ અલગ તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમને કોરોનાનાં લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન મને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવેલા છે હું તેમને અપીલ કરું છું કે, તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.

પ્રણવ મુખર્જી 84 વર્ષનાં છે, જેને લઇને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ હતા. 2019 માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

_DEVANSHI

Exit mobile version