- પૂર્વ રાષ્ટ્રપતિની હાલતમાં કોઈ સુધાર નહીં
- કોરોનાથી પણ સંક્રમિત છે પ્રણવ મુખર્જી
- દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. સેનાના હોસ્પિટલે એક નિવેદન જારી કરી કહ્યું કે પ્રણવ મુખર્જીની હાલત હજી સ્થિર છે અને તેમને હજી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ કોરોનાવાયરસથી સંક્રમિત જાણવા મળ્યા હતા..સોમવારે તેમના મગજની સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે તેઓ વેન્ટિલેટર પર છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની અફવાઓ ઉડી રહી છે. જો કે, આ જૂઠ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી અને પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને આ અફવાને જુઠી ગણાવી છે.
શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટ કરીને લખ્યું કે, મારા પિતા વિશેની અફવા ખોટી છે. ખાસ કરીને મીડિયાને વિનંતી છે કે મને ફોન ન કરવા… કારણ કે મારો પોતાનો ફોન હોસ્પિટલમાંથી આવતી માહિતી માટે ફ્રી રાખવો પડશે.
પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વિટ કરીને કહ્યું, મારા પિતા શ્રી પ્રણવ મુખર્જી હજી જીવંત છે અને હેમોડાયનેમિકલી સ્ટેબલ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખો અને મારા પિતા જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરો.
84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેને મગજની સર્જરી પહેલા કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ હતી..
_Devanshi