Site icon hindi.revoi.in

કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિયત નાજૂક, આર્મી હોસ્પિટલ દ્વારા મળી જાણકારી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદ:  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થોડા દિવસ પહેલા કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા, આ વાત તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી. કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જે જાણકારી મળી રહી છે તે અનુસાર તેમની તબિયત નાજૂક છે. હાલ આર્મી હોસ્પિટલથી જાણકારી મળી રહી છે કે વેન્ટિલેટર પર સતત તબિયત લથડી રહી છે.

આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે મગજની સર્જરી કરાવ્યાના એક દિવસ બાદ મંગળવારે આ નિવેદન આપીને જણાવ્યું હતું. 84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.પ્રણબ મુખર્જીને સોમવારે તબિયત નાજૂક જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજની સર્જરી કરાવ્યા પહેલાં પ્રણબ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

Exit mobile version