Site icon hindi.revoi.in

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબની જન્મ જયંતિ- પીએમ મોદી, અમિત શાહ સહીતના દિગ્ગજોએ મિસાઈલમેનને આપી શ્રદ્વાંજલિ

Social Share

દેશમાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં મોટો ફાળો આપનાર મિસાઈલમેન અટલે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો,એપીજે અબ્દુલ કલામ. આજે તેમની 92મી જન્મ જ્યંતિ નિમિત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ગૃમંત્રી અમિત શાહએ તેમને યાદ કર્યા છે,દેશના દિગ્ગજ નેતાઓ આજે આ મિસાઈલ મેનની યાદ તાજી કરી રહ્યા છે,કલામ સાહેબનો જમ્ન વર્ષ 1931 ઓક્ટોબરની 15 તારીખે રામેશ્વરમાં થયો હતો.જેમણે એક રાષ્ટ્રપતિ તરીકે દેશની સેવા કરી હતી તે સાથે જ વિજ્ઞાન ક્ષેત્રમાં મહત્વનું નામ બનાવ્યું હતું.

આજના આ દિવસે પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને યાદ કર્યા છે, તેમણે લખ્યું છે કે,  “ડો.કલામને જન્મ જયંતિ પર શ્રદ્વાંજલિ, દેશના રાષ્ટ્રીય વિકાસ માટે તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહી,તે પછી તેઓ એક વૈજ્ઞાનિક રીતે હોય કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે, તેમની જીવનયાત્રા લાખો લોકોને તાકાત આપે છે”.

ગૃહમંત્રી અમિત શાહ એ પણ મિસાઈલમેનને યાદ કર્યા છે, તેમણ ટ્વિટર પર લખ્યું છે કે,  “ડો,એપીજે અબ્દુલ કલામને તેમની જન્મ જયંતિ પર નમન, એક વિજનેરી નેતા, ભારત સ્પેસ અને મિસાઇલ પ્રોગ્રામનું ઘડતર કરનારા, જે હંમેશાં એક મજબુત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું ઈચ્છતા હતા , વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાં તેમનું યોગદાન દરેક લોકો માટે પ્રેરણા  દાયક છે”.

રક્ષામંત્રી રાજનાથ સિંહ એ પણ કલામ સાબેહને શ્રદ્ધાંજલિ આપી છે, તેમણે લખ્યું છે કે, “ડો.એપીજે કલામને તેમની જન્મ જયંતિ પર નમન, નવા અને મજબુત સપનાના ભારતને સાકાર કરવા માટે પ્રતિબધ્ધ, કલામ સાહેબે તેમનું સમગ્ર જીવન ભારતના ભવિષ્યના નિર્માણમાં સમર્પિત કર્યું છે,તેઓ આપણી આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે,તેમની જન્મ જયંતિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરું છું”.

સાહીન-

Exit mobile version