Site icon hindi.revoi.in

નકલી બેંક એકાઉન્ટ કેસમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારીની ધરપકડ

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારીની નકલી બેંક એકાઉન્ટના મામલામાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે. એનએબીની એક ટીમ ઝરદારીના ઘરે પહોંચી હતી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ ઝરદારીની ધરપકડ કરી હતી. નકલી બેંક એકાઉન્ટના મામલામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઝરદારી અને તેમના બહેન ફરયાલ તાલપુરની વચગાળાની જામીન વધારવાની અરજી નામંજૂર કરી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેના પછી એનએબીને ઝરદારી અને ફરયાલની ધરપકડના આદેશ આપ્યા હતા.

નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો દ્વારા નકલી ખાતાના મામલાને આગળ કરીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહઅધ્યક્ષ આસિફ અલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે જ આ મામલામાં ઝરદારી અને તેમના બહેન ફરયાલ તાલપુરને ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઝાટકો આપતા સ્થાયી જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેની સાથે જ કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓને ઝરદારી અને તેમના બહેનની ધરપકડના આદેશ પણ આપ્યા હતા. તેના પછી જ ધરપકડ કરવામાં આવી છે.

નકલી ખાતાના મામલામાં જસ્ટિસ અમીર ફારુખ અને જસ્ટિસ મોહસિન અખ્તાર કયાનીની ખંડપીઠે બંનેના સ્થાયી જામીન મામલે સુનાવણી કરી છે. બંને પર નકલી બેંક ખાતા અને ઘણી મુખ્યધારાના બેંકો દ્વારા અબજોના નકલી લેણદેણની તપાસ સંદર્ભે એક મામલો ચાલી રહ્યો છે. આ નકલી ખાતાનો ઉપયોગ લાંચ દ્વારા મળેલી મોટી રકમને ઠેકાણે લગાવવા માટે કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ઝરદારી અને તાલપુર સહીતના સાત લોકો કથિતપણે કુલ 35 અબજ રૂપિયાની શંકાસ્પદ લેણદેણ માટે ખાસ બેંક ખાતાના ઉપયોગમાં સામેલ રહે છે.

તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારી ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે પાકિસ્તાનના લોકોને દેશને બચાવવાની વિનંતી કરી છે. તેમનું કહેવું હતું કે જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને હટાવવામાં નહીં આવે, તો દેશ ક્યાંયનો રહેશે નહીં. પાકિસ્તાનની ધ્વસ્ત થતી ઈકોનોમીને લઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઝરદારીએ લોકોને તકલીફો દૂર કરવા માટે ઈમરાનખાનને તાત્કાલિક અશરથી હટાવવાની વાત પણ કહી હતી.

Exit mobile version