Site icon hindi.revoi.in

દિલ્હીમાં કોમી તોફાનોના કેસમાં JNU પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદની ધરપકડ

Social Share

દિલ્હીઃ સંશોધિત નાગરિકતા કાનૂન (CAA)ના વિરોધમાં દિલ્હીમાં તોફાન થયા હતા. સીએએનો વિરોધ કરનારા કાર્યકરો અને કાનૂનને સમર્થન કરતા લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યાર બાદ દિલ્હીમાં તોફાન ફાટી નીકળ્યાં હતા. પોલીસે તોફાનો સાથે જોડાયેલા અન્ય એક કેસમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય(JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 24મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કોમી તોફાનો થયાં હતા. જેમાં 53 લોકોના મોત થયાં હતા. તેમજ 200થી વધારે લોકો ઘાયલ થયાં હતા. આ પ્રકરણમાં પોલીસે તાજેતરમાં જ કેટલાક સિનિયર નેતાઓ સામે પોલીસે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દરમિયાન જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હીમાં થયેલા તોફાનોના કેસમાં પોલીસ તેને શોધતી હતી. પોલીસે ખાલીદની સામે ગેર કાનૂની ગતિવિધિ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. તેમજ દિલ્હી પોલીસે તોફાનોના કેસમાં કથિત કાવતરા મુદ્દે ઉમરની પૂછપરછ પણ કરી હતી. આ ઉપરાંત તપાસ અર્થે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. દિલ્હી પોલીસે તોફાનોના કેસમાં ખાલીદની લંબાણપૂર્વકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા કોમી તોફાનોમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા તપાસમાં આવી રહી છે.

Exit mobile version