Site icon hindi.revoi.in

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ દુ:ખ વ્યક્ત કર્યું

Social Share

ગોવાના પૂર્વ રાજ્યપાલ અને જાણીતા સાહિત્યકાર એવા મૃદુલા સિન્હાનું બુધવારના રોજ 77 વર્ષની વયે  અવસાન થયું છે. બિહારના મુઝફ્ફરપુરમાં 27 નવેમ્બર 1942 માં જન્મેલા મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે સંકળાયેલા છે. તેમની ગણના ભાજપના અસરકારક નેતાઓમાંના એક ખાસ નેતા તેરીકે  થાય છે.

મૃદુલા સિન્હા  એક સફળ રાજકારણી હોવા ઉપરાંત, તેઓ એક સફળ લેખક પણ રહ્યા છે. મૃદુલા સિન્હા ગોવાના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “મૃદુલા સિન્હાજી ને જનતાની સેવા કરવાના પ્રયત્નો બદલ યાદ કરવામાં આવશે. તે એક કુશળ લેખક પણ હતા જેમણે સાહિત્યની સાથે સાથે સંસ્કૃતિ જગતમાં પણ એક વ્યાપક યોગદાન આપ્યુંછે, તેના અવસાનથી હું દુખી છું. તેમના પરિવાર અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ”.

https://twitter.com/AmitShah?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1329012329736880135%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fformer-goa-governor-mridula-sinha-demise-at-age-of-77-pm-modi-and-amit-shah-grieve

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ગોવાના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા મૃદુલા સિન્હાજીનું અવસાન ખૂબ દુખદ છે. તેમણે જીવનભર રાષ્ટ્ર, સમાજ અને સંગઠન માટે કામ કર્યું. તેઓ એક કુશળ લેખક પણ હતા, જે તેમના લેખન માટે હંમેશા યાદ રહેશે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું ઓમ શાંતિ”.

સાહીન-

Exit mobile version