- આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગઈની તબિયત નાજુક
- તબિયત નાજુક જણાતા 6 કલાક ડાયાલિસિસમાં રાખવાની ફરજ પડી
- પીએમ મોદીએ તેમના પુત્ર સાથે કરી વાત
- 2જી નવેમ્બરથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની શનિવારના રોજ બપોરના સમયે તબિયત ખુબ જ બગડી હતી, મલ્ટિપલ ઓર્ગન ફેલયર અને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીના કારણે તેઓ બેભાન થયા હતા ત્યાર બાદ તેઓ સારવાર હેઠળ છે જ્યા આજ રોજ તેઓની સ્થિતિ નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હેમંત શર્માએ જણાવ્યું હતું કે, તેઓને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા છે,
ઉલ્લખનીય છે કે તરુણ ગોગોઈને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે તબિબોએ તેઓને પ્રથમ ચાર કલાક ડાયાલીસીસ પર રાખવાની યોજના બનાવી હતી, પરંતુ લગભગ છ કલાક સુધી તેમને ડાયાલિસિસ પર રાખવા પડ્યા હતા. ડાયાલિસિસના છ કલાકની મદદથી તેના શરીરમાંથી ઘણા ઝેરી પદાર્થો કાઢી લેવામાં આવ્યા છે. જેને એક સકારાત્મક સંકેત કહી શકાય.
તરુણ ગોગોઈની હાલત અસામાન્ય જણાતા દેશના પીએમ નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાઁઘીએ તેમના પુત્ર ગૌરવ ગોગોઈ સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી.
84 વર્ષિય તરુણ ગોગોઈની સ્થિતિ હાલ નાજુક હોવાની માહિતી મળી રહી છે, વિતેલી 2 જી નવેમ્બરના રોજ તેમની તબિયત અસ્થિર જણાતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે વિતેલા શનિવારના રોજ તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
સાહીન-