Site icon hindi.revoi.in

17 વર્ષમાં વધ્યું 91881 વર્ગ કિલોમીટર જંગલ, આગામી વર્ષ સુધી લગાવાશે 121 કરોડથી વધુ વૃક્ષો

Social Share

દેશમાં દર વર્ષે વૃક્ષોના કપાવવાના અહેવાલો આવતા રહે છે અને તે સાચા પણ છે. ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવે છે. માત્ર પેન્સિલ બનાવવા માટે દર વર્ષે દેશમાં 80 લાખથી વધારે વૃક્ષોને કાપવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગત 17 વર્ષમાં 91881 વર્ગ કિલોમીટર જંગલ વધ્યું છે. ભારતીય જંગલની સ્થિતિ પર 2017માં આવેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમણે, 2000ના વર્ષમાં આખા દેશમાં 675538 વર્ગ કિલોમીટર જંગલ હતા, જે 2017માં વધીને 767419 વર્ગ કિલોમીટર થઈ ગયા છે.

વર્ષ 2000માં આખા ભૌગોલિક ક્ષેત્રફળના 20.55 ટકા જંગલ હતા. જે 2017માં વધીને 21.52 ટકા થઈ ગયા છે. લોકસભામાં કેન્દ્ર સરકારે 2019-20માં 18.70 લાખ હેક્ટર જમીન પર વૃક્ષારોપણનું લક્ષ્ય રજૂ કર્યું છે. તેના માટે તમામ રાજ્યોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આટલી જમીન પર 2019થી 2020 વચ્ચે 121 કરોડથી વધારે વૃક્ષો વાવવામાં આવશે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા 2015ના રિપોર્ટની સરખામણીમાં 2017માં આવેલા અહેવાલમાં 6778 વર્ગ કિલોમીટર જંગલ વધ્યા હોવાનુ કહેવામાં આવ્યું છે.

કેટલા પ્રકારના જંગલ છે દેશમાં અને તેનું ક્ષેત્રફળ કેટલા વર્ગ કિલોમીટર છે…

બેહદ ગાઢ જંગલ- 98158 વર્ગ કિ.મી. કુલ ભૌગોલિક વિસ્તારના 2.99 ટકા

મધ્યમ ગાઢ જંગલ- 308318 વર્ગ કિ.મી. કુલ ભૌગોલિક વિસ્તારના 9.38 ટકા

ખુલ્લા જંગલ – 301797 વર્ગ કિ.મી. કુલ ભૌગોલિક વિસ્તારના 9.18 ટકા

ક્ષેત્રફળ પ્રમાણે સૌથી વધુ જંગલ ક્યાં રાજ્યમાં છે?

રાજ્ય                       જંગલ (વર્ગ કિ.મી.)

મધ્યપ્રદેશ             77,414

અરુણાચલ પ્રદેશ        66,964

છત્તીસગઢ             55,547

ઓડિશા                51,345

મહારાષ્ટ્ર               50,682

ઘનત્વ પ્રમાણે, સૌથી વધુ જંગલ ક્યાં રાજ્યમાં છે?

રાજ્ય                       જંગલ

લક્ષદ્વીપ               90.33%

મિઝોરમ               86.27%

અંદમાન-નિકોબાર        81.73%

અરુણાચલ પ્રદેશ        79.96%

મણિપુર               77.69%

મેઘાલય               76.45%

નગાલેન્ડ       75.33%

ત્રિપુરા                 73.68%

સૌથી વધુ વધારો ક્યાં રાજ્યમાં થયો અને ક્યાં ઓછા થયા જંગલ?

2015ની સરખામણીએ 2017માં જે રાજ્યોમાં સૌથી વધુ જંગલ વધ્યા છે, તેમા- આંધ્રપ્રદેશમાં 2141 વર્ગ કિ.મી. , કર્ણાટકમાં 1101 વર્ગ કિ.મી. અને કેરળમાં 1043 વર્ગ કિ.મી.

આ સિવાય ઓડિશા, આસામ, તેલંગાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, યુપી, જમ્મુ-કાશ્મીર અને મણિપુરમાં જંગલોમાં સારો વધારો થયો છે.

તો મિઝોરમમાં 531 વર્ગ કિ.મી. , નગાલેન્ડમાં 450 વર્ગ કિ.મી. અને અરુણાચલપ્રદેશમાં 190 વર્ગ કિ.મી. જંગલ ઘટયા છે.

ગત 20 વર્ષોમાં માણસોએ ધરતી પરથી 1500 કરોડ વૃક્ષોને કાપી નાખ્યા છે. પરિણામ એ છે કે ક્લાઈમેટ ચેન્જ કરનારા કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન વધ્યું છે. આખી દુનિયામાં તાપમાન વધી રહ્યું છે. નેચર મેગેઝીન પ્રમાણે, વિભિન્ન ઉપગ્રહોથી પ્રાપ્ત આંકડા પ્રમાણે, પૃથ્વી પર લગભગ ત્રણથી ચાર લાખ કરોડ વૃક્ષો છે. તેમાંથી સૌથી વધુ વૃક્ષો રશિયામાં 64800 કરોડ છે. કેનેડામાં 31800 કરોડ, અમેરિકામાં 22200 કરોડ અને ચીનમાં 17800 કરોડ વૃક્ષો છે. વૃક્ષોનું સૌથી વધુ ઘનત્વ ફિનલેન્ડમાં 72 હજાર વૃક્ષો પ્રતિ વર્ગ કિલીમીટર છે.

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ગત 30 વર્ષોમાં 23716 ઔદ્યગિક પ્રોજેક્ટ માટે 15 હજાર વર્ગ કિલોમીટર જંગલ કાપી નાખવામાં આવ્યા છે. દેશમાં લગભગ અઢીસો વર્ગ કિલોમીટર જંગલ દર વર્ષે માળખાગત વિકાસી ભેંટ ચઢી જાય છે.

Exit mobile version