Site icon Revoi.in

કોરોના કહેર- દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા-700થી વધુના મોત

Social Share

કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ખુબજ ધડપથી ફેલાઈ રહ્યું છે,વિશિવમાં કોરોનાના દ્રદીઓની સંખ્યા 1.70 કરોડને પાર થી ચૂકી છે,તો બીજી તરફ મોતનો આંકડો 6 લાખ 64 હજારને પાર થયો છે,વિશ્વની મહાસત્તા અમેરિકામાં દર્દીઓનો આંકડો 45 લાખથી પમ વધુ નોંઘાયો છે,તો બીજી તરફ દેશમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.

સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડત આપી રહ્યો છે,કોરોનાના દર્દીઓની સંખ્યા લતત વધતી જ જઈ રહી છે,છેલ્લા 24 કલાકમાં કોરોનાનાન 53 હજાર 123 નવા કોસો નોંધાયા છે,આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે દેશમાં માત્ર 24 કલાકની અંદર જ આટલી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે,આ સાથે જ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એ 16 લાખનો આંકડો પાર કરી લીધો છે,છેલ્લા 24 કલાકમાં જ 750થી પણ વધુ કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આ સાથે જડ મત્યુઆકં 3490ને પાર કરી ચૂક્યો છે.

હાલ ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખ 28 હજાર 242  છે તો અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 10 લાખ 20 હજાર 500થી પણ વધુ છે ,જે એક સારી બાબત કહી શકાય,આ સાથેજ કુલ કોરોનાના દર્દીઓનો આંક 15 લાખ 83 હજાર 792 એ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ સુધરતી જોવા મળી

આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત સુધારો થઈ રહ્યો છે. દેશની રાજધાનીમાં પુન:પ્રાપ્તિ દર 89 ટકાની આસપાસ રહ્યો છે.આ સાથે જ ઘરે જ સારવાર લેતા દર્દીઓની સંખ્યા 6 હજારથી ઓછી થઈ ચૂકી  છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1 હજાર 35 નવા કેસ નોંધાયા છે, આ સાથે જ દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 33 હજાર થઈ ચૂકી છે.
પટનામાં ઓક્સિજન બેંકની સુવિધા શરુ કરવામાં આવી
પટના શહેરના ફતૂહા ખાતે પોલીસ વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોની મદદથી  કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની બેંક શરૂ કરવામાં આવી છે. હાલ આ બેંકમાં 22 સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે.જે તે વિસ્તારના તમામ   લોકોને ઓક્સિજન સિલિન્ડર મફ્તમાં આપવામાં આવી રહ્યા છે,તેના માટે કોી પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.
દેશમામ સૌથી વધુ કોરોનાનો કહેર  મહારાષ્ટ્રમાં -આર્થિક રાજધાની મુંબઈમાં સતત વધી રહ્યા છે કેસ
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ રાજ્ય કોરોનાની બાબતે મોખરે છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ નોંધાય ચૂક્યા છે આથી હવે કુલ કોરોનાના દર્દીઓ સંખ્યા 4 લાખનો આંકડો વટાવી ચૂકી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 14 હજારથી પણ વધુ લોકોનાં કોરોનામાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1100 થી વધુ નવા કેસ નોંધાયા ચૂક્યા છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 12 હજારને પાર થઈ ચૂકી છે.

સાહીન-